બાજરીના આખા મગ અને લીલા વટાણાની ખીચડી રેસીપી | મગ બાજરી ની ખીચડી | હેલ્ધી રાજસ્થાની ખીચડી | Bajra, Whole Moong and Green Pea Khichdi
તરલા દલાલ દ્વારા
Added to 208 cookbooks
This recipe has been viewed 9389 times
બાજરીના આખા મગ અને લીલા વટાણાની ખીચડી રેસીપી | મગ બાજરી ની ખીચડી | હેલ્ધી રાજસ્થાની ખીચડી | bajra whole moong and green pea khichdi recipe in Gujarati | with 20 amazing images.
તમે બાજરાની ખાચડી વિશે સાંભળ્યું હશે જે એક પ્રખ્યાત રાજસ્થાની વાનગી ગણાય છે અને જેની ગણના એક પૌષ્ટિક વાનગીમાં થાય છે. જ્યારે અહીં અમે તેમાં તેના કરતા પણ વધારાના પોષક તત્વો ધરાવતા મગ, લીલા વટાણા અને ટમેટા ઉમેરીને બનતી એક અલગ જ ખીચડી તૈયાર કરી છે, જે ખીચડીના સ્વાદમાં તો વધારો કરે છે ઉપરાંત તેમાં ફાઇબર, લોહ અને પ્રોટીનમાં પણ વધારો કરે છે.
આ બાજરા, બાજરીના આખા મગ અને લીલા વટાણાની ખીચડીને સંપૂર્ણ ભોજન તરીકે માણી શકાય એવી છે.
Method- બાજરી અને મગને અલગ અલગ એક ઊંડા બાઉલમાં જરૂરી પાણી સાથે ૫ કલાક પલાળી રાખ્યા બાદ નીતારી લો.
- હવે એક પ્રેશર કુકરમાં બાજરી, મગ, લીલા વટાણા, મીઠું અને ૧ કપ પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૫ સીટી સુધી રાંધી લો.
- પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો, તે પછી તેને બાજુ પર રાખો.
- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂં ઉમેરો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ અને કાંદા ઉમેરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં ટમેટા, લસણની પેસ્ટ, આદૂની પેસ્ટ, લીલા મરચાંની પેસ્ટ, હળદર, મરચાં પાવડર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી, મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી રાંધી લો. તેને બટાટા છુંદવાના ચમચા વડે વચ્ચે-વચ્ચે હલાવતા રહી બધી વસ્તુઓને થોડી છુંદી લો.
- છેલ્લે તેમાં રાંધેલી બાજરી, મગ અને લીલા વટાણાના મિશ્રણ સાથે ૧/૪ કપ પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- ગરમ ગરમ પીરસો.
Other Related Recipes
Accompaniments
બાજરીના આખા મગ અને લીલા વટાણાની ખીચડી રેસીપી has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
n_katira,
September 15, 2014
A great combo of perfect taste and texture in a healthy bowl. Just soak the bajra and moong for a few hours and your nourishing one dish meal is ready on your table.
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe