બાજરાની ખીચડી રેસીપી | રાજસ્થાની બાજરાની ખીચડી | હેલ્ધી બાજરાની ખીચડી | Bajra Khichdi ( Rajasthani)
તરલા દલાલ દ્વારા
Added to 293 cookbooks
This recipe has been viewed 54295 times
બાજરાની ખીચડી રેસીપી | રાજસ્થાની બાજરાની ખીચડી | હેલ્ધી બાજરાની ખીચડી | bajra khichdi in Gujatati | with 20 amazing images.
જ્યારે ઘરે જ કંઇક બનાવીને ખાવાની ઇચ્છા થાય ત્યારે પ્રથમ તો મનમાં ખીચડીની જ યાદ આવે. તમારો આખા દીવસનો થાક ઉતારી તન અને મનને સ્વસ્થ રાખતી આ રાજસ્થાની ભપકાદાર બાજરાની ખીચડી તમને જરૂર સંતોષ આપશે.
રાજસ્થાનમાં ચોખાને બદલે બાજરાનો ઉપયોગ વધુ પડતો થાય છે એટલે આ ખીચડીમાં પણ દેશના બીજા પ્રદેશમાં બનતી ચોખાની ખીચડીથી અલગ બાજરાનો ઉપયોગ થયો છે. આ બાજરાની ખીચડી એવી મલાઇદાર અને મધુર ખુશ્બુદાર બને છે કે તે તમને શારીરિક અને માનસિક આરામ આપી, દહીં સાથે ખાવાથી સંપૂર્ણ જમણનો અહેસાસ આપશે.
જો તમને આ ખીચડી અલગ રીતે માણવી હોય તો તમે બાજરા અને મગની દાળ સાથે પ્રેશર કુકરમાં થોડા સમારેલા શાકભાજી ઉમેરી શકો અથવા આ ખીચડીને વિવિધ મસાલાનો વઘાર પણ આપી શકો.
Method- એક પ્રેશર કુકરમાં બાજરી, મગની દાળ, મીઠું અને ૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી લીધા પછી કુકરની ૪ સીટી સુધી બાફી લો.
- કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો.
- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમાં જીરૂ મેળવો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ અને હળદર મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં બાફેલી બાજરી-મગની દાળનું મિશ્રણ અને થોડું મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તરત જ પીરસો.
વિગતવાર ફોટો સાથે બાજરાની ખીચડી રેસીપી
Other Related Recipes
Accompaniments
2 reviews received for બાજરાની ખીચડી રેસીપી
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
Leena_Dhoot,
January 01, 2011
This khichdi is awesome! Its rajhasthan on a plate! Reaaly robust bajra and delicately spiced makes this a delicious dish!
3 of 3 members found this review helpful
See more favourable reviews...
No critical reviews posted for this recipe
Helpful reviews for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe