બાજરી અને મગની દાળની ખીચડી ની રેસીપી | Bajra and Moong Dal Khichdi
તરલા દલાલ દ્વારા
Added to 226 cookbooks
This recipe has been viewed 8432 times
આ એક રાજસ્થાની પારંપારિક વાનગી છે, જેમાં પ્રોટીન, લોહતત્વ, ફોલીક એસિડ અને ફાઇબર ભરપૂર માત્રામાં છે.
આ એક નરમ મલાઇદાર ગણી શકાય એવી સૌમ્ય સ્વાદ ધરાવતી વાનગી છે, જે સગર્ભા અને જેમના પ્રથમ ત્રણ મહીના હજી ચાલુ હોય એવી સ્ત્રી માટે ઉત્તમ ગણી શકાય એવી છે. અમને ખાત્રી છે કે સગર્ભાવસ્થાના સમયના કોઇ પણ ગાળામાં તમે તેનો સ્વાદ માણી શકો એવી આ વાનગી છે.
આ ખીચડીને વધુ મજેદાર બનાવવા તમે તેમાં થોડા મસાલા ઉપરાંત ગમે તો થોડા શાક પણ ઉમેરી શકો છો. દહીં, રાઇતા કે કઢી સાથે તમે આ ખીચડી પીરસીને સંપૂર્ણ ભોજનની મજા માણી શકશો.
Method- પ્રેશર કુકરના વાસણમાં બાજરી, મગની દાળ, મીઠું અને ૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૪ સીટી સુધી રાંધી લો.
- કુકરનું ઢાંકાણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો. તે પછી ખીચડીને બાજું પર રાખો.
- વધાર કરવા માટે, એક નાના નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમાં જીરૂં નાંખો.
- જ્યારે દાણા તતડવા માટે, ત્યારે તેમાં હીંગ અને હળદર મેળવી થોડી સેકંડ સુધી સાંતળી લો.
- આમ તૈયાર થયેલા વધારને ખીચડી પર રેડી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તરત જ પીરસો.
Other Related Recipes
Accompaniments
બાજરી અને મગની દાળની ખીચડી ની રેસીપી has not been reviewed
3 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
Vishmesin,
October 29, 2010
so simple recipe...very tasty never tasted bajra in form of a khichadi. i added a few chopped veggies and garlic but it tastes better the way it is.
1 of 1 members found this review helpful
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe