કુટ્ટીના દારાની ખીચડી, ફરાળી વાનગી | Buckwheat Khichdi, Farali Kutto Khichdi Recipe, Vrat Recipe, Fasting Recipe
તરલા દલાલ દ્વારા
Added to 69 cookbooks
This recipe has been viewed 11977 times
આ કુટ્ટીના દારાની ખીચડીને જ્યારે તમે જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે રોજના જમણમાં પણ ફરાળી વાનગીઓ લહેજતદાર અને વધુ સુગંધી બની શકે છે.
તલ અને કોથમીર વડે સજાવેલી આ ખીચડી જાણે આઇસિંગ પર મૂકેલી ચેરી જેવા લાગશે અને તે આ ખીચડીની સુગંધ અને સ્વાદમાં પણ વધારો કરે છે. જ્યારે તમે આ ખીચડી બનાવવા માંડશો ત્યારે તમને લાગશે કે આ ચીકણા કુટ્ટીના દારાની સાથે ઘટ્ટ દહીંનું સંયોજન કેવું બનશે, પણ ચીંતા છોડો અને જુઓ ખીચડી કેવી તૈયાર થાય છે.
આ સુંદર ખીચડી સાથે મગફળીવાળી કઢીનો સ્વાદ જ્યારે તમે માણશો ત્યારે ધરાઇને ખાઇ જશો એમાં બે મત નહીં રહે. બીજી પ્રખ્યાત ફરાળી ખીચડી પણ અજમાવો જેમ શક્કરિયાની ખીચડી અને સાબુદાણાની ખીચડી.
Method- કુટ્ટીના દારાને સાફ કરી, ધોઇને જરૂરી પાણી સાથે ૨ કલાક પલાળી રાખ્યા બાદ નીતારીને બાજુ પર રાખો.
- એક ઊંડા બાઉલમાં ૧ ૧/૨ કપ પાણી સાથે દહીં મેળવીને સારી રીતે જેરી લીધા પછી બાજુ પર રાખો.
- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ ઉમેરો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં બટાટા મેળવી સારી રીતે મિક્સ કરી, પૅનને ઢાંકીને મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ અથવા બટાટા અડધા રંધાઇ જાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તે પછી તાપ ઓછું કરી તેમાં આદૂ-લીલા મરચાંની પેસ્ટ, કુટ્ટીનો દારો, દહીં-પાણીનું મિશ્રણ અને સિંધવ મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી, પૅનને ઢાંકી, તાપ ઓછું કરીને વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૫ થી ૬ મિનિટ સુધી રાંધી લો.
- છેલ્લે તેમાં મગફળી અને લીંબુનો રસ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી રાંધી લો.
- કોથમીર અને તલ વડે સજાવીને મગફળીની કઢી સાથે તરત જ પીરસો.
Other Related Recipes
Accompaniments
કુટ્ટીના દારાની ખીચડી, ફરાળી વાનગી has not been reviewed
2 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
Healthy Eating,
September 12, 2014
Super food for endurance athletes. All you have to do is drop the potatoes and follow this recipe. As buck wheat is a whole grain, its very healthy. Consuming this will not lead to an insulin surge and your fat burning process will continue.
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe