દહીંવાળી મગની દાળની ખીચડી | Dahiwali Moong Dal Khichdi, Tadkewali Dahi Khichdi
તરલા દલાલ દ્વારા
Added to 62 cookbooks
This recipe has been viewed 6892 times
જો તમારી પાસે ખીચડી અને કઢી અલગ અલગ બનાવવાનો સમય નથી? તો આ સ્વાદિષ્ટ ખીચડી અજમાવી જુઓ, જેમાં આ બન્નેનું સંયોજન છે.
ચોખા, પીળી મગની દાળ અને દહીં સાથે રોજીંદા વપરાતા મસાલાનો ઉપયોગ કરી બનતી આ દહીંવાળી મગની દાળની ખીચડીમાં લાંબા સમય સુધી રહે એવો દહીંનો સ્વાદ છે અને તે એવી સાદી અને પાચન માટે હલકી બને છે જે સૌને ગમી જશે. ખાટ્ટામીઠા કાંદા-ટમેટાના કચુંબર સાથે જ્યારે આ ખીચડી પીરસવામાં આવે ત્યારે તમારું તાજગીભર્યું જમણ તૈયાર થઇ ગયું સમજો.
Method- એક પ્રેશર કુકરમાં ચોખા, પીળી મગની દાળ, હળદર, મીઠું અને ૨ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૩ સીટી સુધી રાંધી લો.
- પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો.
- એક ઊંડા બાઉલમાં દહીં, લીલા મરચાંની પેસ્ટ અને ૧ ૧/૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી લીધા પછી તેમાં ચોખા અને મગની દાળનું મિશ્રણ ઉમેરીને તેને સારી રીતે જેરી લીધા પછી બાજુ પર રાખો.
- એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં ઘી ગરમ કરી તેમાં જીરૂ અને કડી પત્તા મેળવો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં ભાત-મગની દાળ-દહીંનું મિશ્રણ અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- કાંદા અને ટમેટાના કચુંબર સાથે તરત જ પીરસો.
Other Related Recipes
Accompaniments
દહીંવાળી મગની દાળની ખીચડી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe