જવ અને મગની દાળની ખીચડી ની રેસીપી | હેલ્ધી ખીચડી | મગની દાળની ખીચડી | Protein Rich Barley and Moong Dal Khichdi
તરલા દલાલ દ્વારા
Added to 26 cookbooks
This recipe has been viewed 7416 times
જવ અને મગની દાળની ખીચડી ની રેસીપી | હેલ્ધી ખીચડી | મગની દાળની ખીચડી | barley and moong dal khichdi in Gujarati | with 28 amazing images.
ધમાલીયા જીવનમાં આ ખીચડી શારીરિક અને માનસિક સુખ આપે એવી છે. ઘરના જમણમાં ખીચડી સંતોષ આપે એવી વાનગી છે. અહીં અમે ખીચડીને નવા સ્વરૂપે બનાવવાની રીત રજૂ કરી છે, જેમાં ફાઇબરયુક્ત જવનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ચોખાના બદલે જવની સાથે મગની દાળ અને માફક આવે એવા સૌમ્ય મસાલા વડે બનતી આ ખીચડી તમને લાંબો સમય સુધી સંતોષ આપે એવી તૈયાર થાય છે કારણકે તે ફાઈગર ધરાવે છે.
જવ શરીરમાં કોલેસ્ટ્રોલને દાબમાં રાખી વજનને પણ દાબમાં રાખવામાં મદદરૂપ થાય છે અને તેથી અમે તેમાં ઘીના બદલે હ્રદયને માફક આવે એવા જેતૂનના તેલનો ઉપયોગ કર્યો છે. બનાવવામાં અતિ સરળ એવી આ જવ અને મગની દાળની ખીચડી દહીં સાથે તમે જો એક બાઉલ જેટલી ખાશો તો સંપૂર્ણ ભોજનનો અહેસાસ મળશે.
Method- જવ અને મગની દાળની ખીચડી ની રેસીપી બનાવવા માટે, એક પ્રેશર કુકરમાં તેલ ગરમ કરી તેમાં જીરૂં મેળવો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ અને હળદર મેળવી ૧૦ સેકંડ સુધી મધ્ય તાપ પર સાંતળી લો.
- તેમાં લીલા મરચાં મેળવીને મધ્યમ તાપ પર થોડી સેકંડ સાંતળી લો.
- તેમાં જવ, પીળી મગની દાળ, મીઠું અને ૪ કપ પાણી મેળવીને મિક્સ કરી લો અને પ્રેશર કુકરની ૨ સીટી સુધી રાંધી લો.
- પ્રેશર કુકરનું ઢાંકણું ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો.
- લો ફૅટ દહીં સાથે તરત જ પીરસો.
Other Related Recipes
જવ અને મગની દાળની ખીચડી ની રેસીપી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe