તુવરની દાળ અને મિક્સ વેજીટેબલની મસાલા ખીચડી | Toovar Dal and Mixed Vegetable Masala Khichdi
તરલા દલાલ દ્વારા
Added to 38 cookbooks
This recipe has been viewed 7379 times
આ ખીચડીમાં સ્વાદિષ્ટ મસાલા ભરેલા શાક, ચોખા અને દાળનું સંયોજન ધ્યાનપૂર્વક એક સાથે રાંધવામાં આવ્યું છે. આ તુવરની દાળ અને મિક્સ વેજીટેબલની મસાલા ખીચડીને જ્યારે પાપડ અને છાસ સાથે પીરસવામાં આવે ત્યારે ખૂબ જ મજેદાર જમણ તૈયાર થાય છે.
Method- ચોખા અને તુવરની દાળને સાફ કરી જરૂરી પાણીમાં ૧૫ મિનિટ સુધી પલાળી રાખ્યા બાદ તેને નીતારીને બાજુ પર રાખો.
- તૈયાર કરેલા મસાલાના મિશ્રણના બે સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
- બધા કાંદા, બટાટા અને રીંગણામાં બે આડા કાંપા પાડો, પણ ધ્યાન રાખો કે તે નીચેથી છુટા ન પડવા જોઇએ.
- આમ તૈયાર થયેલા કાંદા, બટાટા અને રીંગણામાં તૈયાર કરેલા મસાલાનો એક ભાગ દાબીને ભરી લીધા પછી તેને બાજુ પર રાખો.
- એક પ્રેશર કુકરમાં ઘી ગરમ કરી તેમાં ચોખા, તુવરની દાળ, હીંગ, હળદર અને ખાવાની સોડા મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં મસાલા ભરેલા શાક અને બાકી રહેલો મસાલાનો બીજો ભાગ, લીલા વટાણા, મીઠું, અને ૩ કપ ગરમ પાણી મેળવી હળવી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૩ સીટી સુધી રાંધી લો.
- પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો.
- પાપડ અને છાસ સાથે તરત જ પીરસો.
Other Related Recipes
Accompaniments
તુવરની દાળ અને મિક્સ વેજીટેબલની મસાલા ખીચડી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe