સાબુદાણાની ખીચડી | ફરાળી વાનગી | ફરાળી સાબુદાણાની ખીચડી | મહારાષ્ટ્રીયન સાબુદાણા ખીચડી | Sabudana Khichdi
તરલા દલાલ દ્વારા
Added to 195 cookbooks
This recipe has been viewed 18681 times
સાબુદાણાની ખીચડી રેસીપી | ફરાળી વાનગી | ફરાળી સાબુદાણાની ખીચડી | મહારાષ્ટ્રીયન સાબુદાણા ખીચડી | sabudana khichdi in Gujarati | with 26 amazing images.
ઉપવાસની અનેક વાનગીઓમાં સાબુદાણાની ખીચડી એક આદર્શ વાનગી ગણાય છે. છતાં પણ કુટુંબમાં જે લોકો ઉપવાસ નથી કરતાં તે લોકો જ પ્રથમ આ ખાચડીને સમાપ્ત કરી નાખશે, એવી સ્વાદિષ્ટ અને મજેદાર બને છે આ ખીચડી. સાબુદાણાની ચવળ બનાવટ અને સ્ટાર્ચી સ્વાદ, હલ્કો ભૂક્કો કરેલી મગફળીનો સ્વાદ સાથે સરસ સંયોજન બનાવે છે અને લીંબુનો રસ મેળવવાથી તેના સ્વાદમાં સમતુલા જળવાઇ રહેવાથી આ ખીચડી લોકોને ગમી જાય એવી બને છે.
સાબુદાણાની ખીચડી બનાવવા માટેની ટિપ્સ: ૧. સંપૂર્ણ રીતે પલળેલા સાબુદાણા મેળવવા માટેનો સમય, સામાન્ય રીતે અલગ અલગ હોય છે અને તે ઉપયોગમાં લેવાતા સાબુદાણાની ગુણવત્તા પર આધાર રાખે છે. સાબુદાણા ખીચડીના શ્રેષ્ઠ પરિણામો મેળવવા માટે, જો તમારી પાસે વધુ સમય હોય, તો હું તમને સાબુદાણાને આખી રાત પલાળી રાખવાનું સૂચન કરશૂ. ૨. સાબુદાણા બરાબર પલાળ્યા છે કે નહીં તે તપાસવા માટે, તમારા અંગૂઠા અને પહેલી આંગળીની વચ્ચે સાબુદાણાને દબાવીને તપાસો. તમે તેને સરળતાથી તોડી શકશો. જો નહિં, તો ૨-૩ ટેબલસ્પૂન પાણી છંટીને અડધા કલાક માટે તેમને બાજુ પર રાખો. ૩. જો વ્રત દરમિયાન ન બનાવતા હોવ તો, તમે સાબુદાણા ખીચડી રેસીપીમાં હળદર અને મરચું પાવડર પણ ઉમેરી શકો છો. ૪. ઘણા લોકો ધોઇને નીતારી લીધેલા સાબુદાણાને મગફળી, કોથમીર, મીઠું, સાકર, લીલા મરચાંને એક સાથે મિક્સ કરવાનું પસંદ કરે છે, હાથથી મિક્સ કરો અને એક બાજુ રાખો. આ બધી સામગ્રીને ફેલાઈને મિક્સ થવામાં મદદ કરે છે. ૫. તમે બટાકાને નાના ક્યુબ્સમાં કાપી શકો છો અને પછી સાબુદાણા ઉમેરતા પહેલા તેને પેનમાં રાંધી શકો છો. ૬. બધી મગફળીને હલકો ભૂક્કો કરી નાખવાની જરૂર નથી, તમે મહારાષ્ટ્રિયન સાબુદાણા ખીચડી રેસીપીનો સ્વાદ આપવા માટે થોડા અનામત રાખી શકો છો.
Method- એક ઊંડા બાઉલમાં સાબુદાણા સાથે ૩/૪ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી લીધા પછી સાબુદાણાને ૨ કલાક બાજુ પર રાખો.
- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ મેળવો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં બટાટા, સાબુદાણા, મીઠું, મગફળી, કોથમીર, લીલા મરચાં, કડીપત્તા, લીંબુનો રસ અને સાકર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી રાંધી લો.
- ગરમ-ગરમ પીરસો.
વિગતવાર ફોટો સાથે સાબુદાણાની ખીચડી, ફરાળી વાનગી ની રેસીપી
-
સંપૂર્ણ રીતે પલળેલા સાબુદાણા મેળવવા માટેનો સમય, સામાન્ય રીતે અલગ અલગ હોય છે અને તે ઉપયોગમાં લેવાતા સાબુદાણાની ગુણવત્તા પર આધાર રાખે છે. સાબુદાણા ખીચડીના શ્રેષ્ઠ પરિણામો મેળવવા માટે, જો તમારી પાસે વધુ સમય હોય, તો હું તમને સાબુદાણાને આખી રાત પલાળી રાખવાનું સૂચન કરશૂ.
-
સાબુદાણા બરાબર પલાળ્યા છે કે નહીં તે તપાસવા માટે, તમારા અંગૂઠા અને પહેલી આંગળીની વચ્ચે સાબુદાણાને દબાવીને તપાસો. તમે તેને સરળતાથી તોડી શકશો. જો નહિં, તો ૨-૩ ટેબલસ્પૂન પાણી છંટીને અડધા કલાક માટે તેમને બાજુ પર રાખો.
-
જો વ્રત દરમિયાન ન બનાવતા હોવ તો, તમે સાબુદાણા ખીચડી રેસીપીમાં હળદર અને મરચું પાવડર પણ ઉમેરી શકો છો.
-
ઘણા લોકો ધોઇને નીતારી લીધેલા સાબુદાણાને મગફળી, કોથમીર, મીઠું, સાકર, લીલા મરચાંને એક સાથે મિક્સ કરવાનું પસંદ કરે છે, હાથથી મિક્સ કરો અને એક બાજુ રાખો. આ બધી સામગ્રીને ફેલાઈને મિક્સ થવામાં મદદ કરે છે.
-
તમે બટાકાને નાના ક્યુબ્સમાં કાપી શકો છો અને પછી સાબુદાણા ઉમેરતા પહેલા તેને પેનમાં રાંધી શકો છો.
-
બધી મગફળીને હલકો ભૂક્કો કરી નાખવાની જરૂર નથી, તમે મહારાષ્ટ્રિયન સાબુદાણા ખીચડી રેસીપીનો સ્વાદ આપવા માટે થોડા અનામત રાખી શકો છો.
-
સાબુદાણાની ખીચડી બનાવવા માટે, એક બાઉલમાં સાબુદાણા લો. તે ફોટામાં છે એવા દેખાય છે.
-
મહારાષ્ટ્રીયન સાબુદાણા ખીચડી બનાવવા માટે, સાબુદાણાને વહેતા પાણીની નીચે અથવા પાણીથી ભરેલા બાઉલમાં બેથી ત્રણ વાર ધોઈ લો (જ્યાં સુધી પાણી સાફ ન થાય ત્યાં સુધી). બધા સ્ટાર્ચથી છુટકારો મેળવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
-
ચાળણી અથવા સ્ટ્રેનરનો ઉપયોગ કરીને સાબુદાણાને નીતારી લો.
-
ધોઇને નીતારી લીધેલા સાબુદાણાને એક ઊંડા બાઉલમાં ટ્રાન્સફર કરો.
-
૩/૪ કપ પાણી ઉમેરો. જો તમે વધુ પાણી ઉમેરો છો, તો સાબુદાણા બધું પાણી શોષી લેશે અને પરીણામે સાબુદાણા ખીચડી ચીકણી અને મસી મળશે.
-
સારી રીતે મિક્સ કરો, ઢાંકી દો અને ૨ કલાક માટે પલાળી રાખો.
-
તેને ફરીથી નીતારી લો અને એક બાજુ રાખો. તેમાં ભાગ્યે જ પાણી બચશે પરંતુ, જો થોડું ધણું પાણી હોય તો નીકળી જાય તેની ખાતરી કરો. સાબુદાણા પલાળ્યા પછી ફોટામાં છે એવા દેખાશે.
-
એક પહોળા નોન-સ્ટીક પેનમાં ૧/૨ કપ મગફળી લો.
-
મગફળીને મધ્યમ તાપ પર ૪-૫ મિનિટ સુધી વચ્ચે વચ્ચે હલાવતા શેકી લો.
-
મગફળી ક્રન્ચી હોવી જોઈએ. તમે પણ જોશો કે તેની ત્વચા ભૂરી અથવા દાઝી ગયેલી દેખાશે.
-
ગેસથી ઉતારી લો અને ઠંડુ થવા માટે બાજુ પર રાખો. જો તમે ઈચ્છો, તો તમે ત્વચા છોલી શકો છો.
-
સહેજ ઠંડુ થયા બાદ મગફળીને મિક્સર જારમાં નાખો.
-
મગફળીનો હલ્કો ભૂકો મેળવવા માટે, તેમે મિક્સરને એક કે બે વાર પલ્સ કરો અને તેને એક બાજુ રાખો.
-
પર્ફેક્ટ સાબુદાણા ખીચડી તૈયાર કરવા માટે, એક ઊંડા નોન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરો. તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો.
-
તેલ ગરમ થાય એટલે તેમાં જીરું ઉમેરો.
-
જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે કડીપત્તા ઉમેરો.
-
લીલા મરચાં ઉમેરો. તમે સ્વાદ વધારવા માટે સાબુદાણા ખીચડીમાં આદુ પણ ઉમેરી શકો છો.
-
બટાટા ઉમેરો.
-
સાબુદાણા ઉમેરો.
-
મીઠું ઉમેરો. જો ઉપવાસ માટે સાબુદાણા ખીચડી બનાવતા હોવ તો નિયમિત મીઠુંને બદલે સિંધવ મીઠુંનો ઉપયોગ કરો.
-
મગફળી ઉમેરો.
-
કોથમીર ઉમેરો. ઘણા લોકો ઉપવાસ દરમિયાન કોથમીરનો ઉપયોગ નથી કરતા, તમારી પસંદગીના આધારે, તમે ઉમેરી શકો છો અથવા છોડી શકો છો.
-
લીંબુનો રસ અને સાકર ઉમેરો. તેઓ સાબુદાણા ખીચડીના સ્વાદને સંતુલિત કરવામાં મદદ કરે છે.
-
સાબુદાણા ખીચડીને સારી રીતે મિક્સ કરો અને મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી રાંધી લો. સાબુદાણા ઉમેર્યા પછી, લાંબા સમય સુધી રાંધશો નહીં અને હલાવો નહીં, નહીં તો તે એક બીજા સાથે ચોંટી જશે. મોટેભાગે સાબુદાણા અર્ધપારદર્શક બને ત્યાં સુધી તમારે થોડી મિનિટો માટે જ રાંધવું પડશે.
-
સાબુદાણા ખીચડીને ગરમ-ગરમ પીરસો. નવરાત્રી, એકાદશી અથવા મહાશિવરાત્રિ દરમિયાન તમે બનાવી શકો તેવી અન્ય ઉપવાસની વાનગીઓ છે.
Other Related Recipes
Accompaniments
સાબુદાણાની ખીચડી, ફરાળી વાનગી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe