ઉપવાસની થાલીપીઠ રેસીપી | રાજગીરા ફરાળી થાલીપીઠ | મહારાષ્ટ્રીયન થાલીપીઠ | Upvaas Thalipeeth ( Faraal Recipe)
તરલા દલાલ દ્વારા
Added to 141 cookbooks
This recipe has been viewed 10071 times
ઉપવાસની થાલીપીઠ રેસીપી | રાજગીરા ફરાળી થાલીપીઠ | મહારાષ્ટ્રીયન થાલીપીઠ | upvaas thalipeeth in Gujarati | with 21 amazing images.
ઉપવાસના દીવસોમાં ધરાઇને ખાઇ શકાય એવી આ વાનગી રાજગીરાના લોટ વડે બનાવવામાં આવે છે. વધુમાં તેમાં ખમણેલા બટાટા અને મગફળીનો ભુક્કો મેળવવામાં આવ્યો છે, અને તેની સાથે લીંબુનો રસ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરવાથી આ એક મજેદાર ઉપવાસની થાલીપીઠ બને છે.
અહીં યાદ રાખો કે તેને વધુ લિજ્જતદાર બનાવવા માટે તેમાં સિંધલ મીઠું ઉમેરી, સારી માત્રામાં કોથમીર વડે સજાવીને રાજગીરા ફરાળી થાલીપીઠ ગરમા ગરમ લીલી ચટણી સાથે પીરસવા.
ઉપવાસના બીજા વ્યંજન પણ અજમાવો જેમ સાબુદાણા વડા અને કંદ-આલૂ પકોડા.
Method- એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં આશરે ૩ ટેબલસ્પૂન જેટલું પાણી મેળવી નરમ સુંવાળી કણિક તૈયાર કરો.
- હવે કણિકના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર થોડું ઘી ચોપડી લો.
- તે પછી તમારી હાથની આંગળીઓ પર પણ થોડું ઘી લગાડી કણિકનો એક ભાગ તવા પર મૂકી તમારી આંગળીઓ વડે તેને દબાવતા જઇ ૧૦૦ મી. મી. (૪”)નો ગોળાકાર તૈયાર કરો.
- આ થાલીપીઠને થોડા ઘી વડે, તેની બન્ને બાજુએ ગોલ્ડન બ્રાઉન ધબ્બા દેખાય ત્યાં સુધી શેકી લો.
- રીત ક્રમાંક ૪ અને ૫ પ્રમાણે બીજા ૩ થાલીપીઠ તૈયાર કરો.
- લીલી ચટણી સાથે ગરમ-ગરમ પીરસો.
Other Related Recipes
ઉપવાસની થાલીપીઠ રેસીપી has not been reviewed
4 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
sushi1,
October 12, 2012
I made this upavas thalipeeth today.The result were very very good.My guest were very happy to have them with shrikhand.I made it little bit spicy and did add moraiyo (Indian Sawa millet) and sabudana flour and also little sesame seeds.But it turned out really good.
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe