ચીઝ, કાંદા અને લીલા વટાણાનો પુલાવ | Cheese, Onion and Green Peas Pulao
તરલા દલાલ દ્વારા
Added to 203 cookbooks
This recipe has been viewed 7453 times
આ એક અદભૂત ટીફીનમાં આપી શકાય એવી વાનગી છે જે તમારા બાળકોને જરૂરથી ગમશે. આમ તો બાળકોને ચીઝ દ્વારા બનતી વિવિધ વાનગીઓ બહુ ગમતી હોય છે, પણ વડીલોને આવી ચીઝવાળી વાનગી ટીફીનમાં આપવી એ એક પડકારરૂપ છે કારણકે તેમાં થોડું ચીકટપણું આવી જાય છે. પણ, આ ચીઝ, કાંદા અને લીલા વટાણાનો પુલાવ એક મજેદાર વિકલ્પ છે જે ટીફીનમાં પાંચ કલાક સુધી તાજું રહે છે. આ ઉપરાંત અહીં ભાત અને લીલા વટાણા સાથે ખમણેલી ચીઝનું સંયોજન છે જે આ પુલાવને વધુ સ્વાદિષ્ટ બનાવે છે.
Method- એક ઊંડા પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ, લવિંગ, તજ અને તમાલપત્ર મેળવી મધ્યમ તાપ પર એક મિનિટ સુધી સાંતળી લો.
- તેમાં કાંદા અને લીલા મરચાંની પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
- તેમાં ચોખા મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં લીલા વટાણા, મીઠું અને ૨ ૧/૨ કપ ગરમ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી પૅનને ઢાંકી મધ્યમ તાપ પર ૫ મિનિટ સુધી, વચ્ચે-વચ્ચે હલાવતા રહી, રાંધી લો.
- છેલ્લે તેમાં ચીઝ અને કોથમીર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી વચ્ચે- વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- ગરમ ગરમ પીરસો અથવા તેને સહેજ ઠંડું પાડી ટીફીનમાં ભરી લો.
Other Related Recipes
Accompaniments
2 reviews received for ચીઝ, કાંદા અને લીલા વટાણાનો પુલાવ
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
Helpful reviews for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe