દહીંવાળા ભાત | Curd Rice, South Indian Curd Rice Recipe
તરલા દલાલ દ્વારા
Added to 274 cookbooks
This recipe has been viewed 10605 times
દક્ષિણ ભારતમાં ખીર કે બીજી કોઇ મીઠી વાનગી જમણની શરૂઆતમાં પીરસવામાં આવે છે, જ્યારે દહીંવાળા ભાત જમણના અંતમાં પીરસવમાં આવે છે અને તેને એક પારંપારિક ભોજનમાં પીરસાતી નરમ અને સૌમ્ય વાનગી તરીકે ગણવામાં આવે છે. તે ઉપરાંત આ દહીંવાળા ભાતને જમણમાં ફક્ત એક જ વાનગી તરીકે પણ પીરસી શકાય છે. ઠંડક આપે એવી ખુશ્બુ અને સ્વાદ તમને જરૂરથી સંતુષ્ટતા અને તાજગીનો અહેસાસ આપશે.
ઘણા લોકો તો આ દહીંવાળા ભાતને એક સારામાં સારી વાનગી ગણી, શાળામાં, પોતાના કામ પર કે પ્રવાસમાં સાથે લઇ જાય છે. બનાવવામાં બહુ સરળ આ આરોગ્યદાયક વાનગીમાં ભાતને દહીં સાથે મિક્સ કરી રાઇ અને લીલા મરચાંના વઘારથી તૈયાર કરવામાં આવ્યા છે. અહીં એક વાતની ધ્યાન રાખવી કે ભાત ઠંડા પડે પછી જ તેમાં દહીં મેળવવું નહીં તો દહીં ફાટીને ફોદું થઇ જશે.
દહીંવાળા ભાત કોઇ પણ મનપસંદ અથાણાં સાથે પીરસી શકો.
Method- એક બાઉલમાં ભાત અને ૨ ટેબલસ્પૂન પાણી ભેગા કરી બટાટા મસળવાના સાધન વડે દબાવીને તેને થોડા છૂંદી લો.
- તે પછી તેમાં દહીં અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
- એક નાના ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ અને અડદની દાળ મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં લીલા મરચાં અને કડી પત્તા ઉમેરી મધ્યમ તાપ પર વધુ ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
- હવે આ વઘારને તૈયાર કરેલા દહીં-ભાતના મિશ્રણ પર રેડીને સારી રીતે મિક્સ કરી લો.
- છેલ્લે તેમાં કોથમીર ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.
- તરત જ પીરસો અથવા રેફ્રીજરેટરમાં ૧ કલાક રાખી ઠંડા પીરસો.
Other Related Recipes
Accompaniments
દહીંવાળા ભાત has not been reviewed
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe