ચાઇનીઝ રાઇસ રેસીપી | રાંધેલા ચાઇનીઝ રાઇસ | ચાઇનીઝ શૈલીથી બાફેલા રાઈસ | ચાઇનીઝ રેસીપી માટે કેવી રીતે રાઈસ રાંધવા | Chinese Rice, Chinese Cooked Rice
તરલા દલાલ દ્વારા
Added to 339 cookbooks
This recipe has been viewed 7294 times
ચાઇનીઝ રાઇસ બનાવવાની એક ખાસ રીત છે, જે વડે ચોખા સારી રીતે રંધાઇને દાણાદાણ છુટા બનીને શેઝવાન ફ્રાઇડ રાઇસ જેવી કે પછી ૫-સ્પાઇસ મશરૂમ રાઇસ જેવી વાનગી બનાવી શકાય અને સ્ટર-ફ્રાય અને સૂપ જેવી વાનગીમાં પણ આ ભાતનો કરી શકાય છે. અહીં તમને ખ્યાલ આવ્યો જ હશે કે ભાત અને નૂડલ્સ્ રાંધવાની ચાઇનીઝ રેસીપીમાં સમાનતા એ છે કે બન્ને વાનગીમાં રાંધવા માટે તેલ અને તેને તાજા કરવા માટે ઠંડા પાણીનો ઉપયોગ કરવામાં આવે છે જેથી ભાત નરમ બને અને લોંદો ન થઇ જાય.
Method- ચોખાને સારી રીતે ધોઇ એક બાઉલમાં જરૂરી પાણી સાથે ૩૦ મિનિટ સુધી પલાળી રાખ્યા બાદ નીતારીને બાજુ પર રાખો.
- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ૪ કપ પાણી ઉકાળી તેમાં મીઠું અને ૧ ટેબલસ્પૂન તેલ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- આ ઉકળતા પાણીમાં ચોખા મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧૦ થી ૧૫ મિનિટ અથવા ચોખા અંદાજે ૮૫% રંધાઇ જાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેને ગરણી વડે ગાળી પાણી નીતારી લો. તે પછી આ ચોખા વધુ ન રંધાઇ જાય તે માટે તેની ઉપર ઠંડું પાણી રેડો.
- હવે ખાત્રી કરી લો કે ચોખામાંથી બધુ પાણી નીકળી ગયું છે અને ચોખામાં થોડી પણ ભીનાશ રહી નથી.
- હવે તેમાં બાકી રહેલું ૧ ટેબલસ્પૂન તેલ મેળવી તેને હળવેથી મિક્સ કરી લો.
- આ રાંધેલા ભાતને એક સપાટ ડીશમાં પાથરી તેને ઠંડી થવા ૧૦ મિનિટ બાજુ પર રાખો.
- જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગ કરો.
Other Related Recipes
ચાઇનીઝ રાઇસ has not been reviewed
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe