વેજીટેબલ અને ઘંઉના ફાડીયાની ખીચડી ની રેસીપી | Vegetable Bulgur Wheat Khichdi, Low Salt Recipe
તરલા દલાલ દ્વારા
5/5 stars 100% LIKED IT
1 REVIEW
ALL GOOD
Added to 3 cookbooks
This recipe has been viewed 5973 times
શાકભાજી વગરની ખીચડી તો સામાન્ય ગણાય પણ ખીચડીને રંગીન બનાવવા તેમાં શાક મેળવવાથી જરૂર એક નવો અનુભવ મળશે. ઘઉંના ફાડીયાની આ ખીચડીનો સ્વાદ તો અલગ છે ઉપરાંત તે પૌષ્ટિક્તા પણ ધરાવે છે જે મધુમેહ, કીડનીની તકલીફ અને રક્તનો ઉંચો દાબ ધરાવનાર માટે અતિ ઉત્તમ ગણાય એવી છે.
આ વેજીટેબલ અને ઘઉંના ફાડીયાની ખીચડીમાં મીઠું ઓછું નાખવામાં આવે છે ઉપરાંત ઘઉંના ફાડીયામાં ફોસ્ફરસ અને પોટેશિયમ બીજી અન્ય અનાજની વાનગીની સરખામણીમાં ઓછું રહેલું છે. આમ આ ખીચડીની મજા એ છે કે તેમાં ફાઇબર વધુ હોવાથી શરીરમાં સાકરના પ્રમાણને દાબમાં રાખે છે.
ઓછા મીઠાવાળી આ ખીચડીના સ્વાદમાં જરા પણ બાંધછોડ કર્યા વગર તેને સ્વાદિષ્ટ બનાવવા તેમાં આદૂ, લસણ, ટમેટા, કાંદા અને મસાલા પાવડર ઉમેરીવામાં આવ્યા છે. તે ઉપરાંત આ ખીચડી ઓછા તેલ વડે પણ બનાવવામાં આવે છે જેથી તેને સતત હલાવતા રહી તૈયાર કરવી, નહીં તો મસાલા અને શાક વાસણમાં ચીટકી જશે.
Method- વેજીટેબલ અને ઘંઉના ફાડીયાની ખીચડી ની રેસીપી બનાવવા માટે, એક પહોળા નૉન-સ્ટીક પનમાં ઘંઉના ફાડીયાને મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સૂકા જ શેકી લો.
- એક પ્રેશર કુકરમાં તેલ ગરમ કરી તેમાં જીરૂં અને હીંગ મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં આદૂ, લસણ અને કાંદા ઉમેરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતલી લો.
- તે પછી તેમાં ટમેટા, ફૂલકોબી અને દૂધી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેમાં ઘંઉના ફાડીયા, મરચાં પાવડર, હળદર, મીઠું અને ૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરીને પ્રેશર કુકરમાં ૩ સીટી સુધી રાંધી લો.
- કુકરનું ઢાંકણ ખોલતા પહેલાં વરાળને નીકળી જવા દો.
- પછી તેમાં ૫ ટેબલસ્પૂન પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી ખીચડીને હલકે હાથે છુંદી રહેતા રાંધી લો.
- તરત જ પીરસો.
Other Related Recipes
1 review received for વેજીટેબલ અને ઘંઉના ફાડીયાની ખીચડી ની રેસીપી
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
Helpful reviews for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe