મિક્સ વેજીટેબલ ફ્રેન્કી | વેજીટેબલ ફ્રેન્કી | હાઈ બ્લડ પ્રેશર માટે મિક્સ વેજીટેબલ ફ્રેન્કી | ફ્રેન્કી રેસીપી | Mixed Vegetable Frankie, Low Salt Recipe
તરલા દલાલ દ્વારા
Added to 12 cookbooks
This recipe has been viewed 3415 times
મિક્સ વેજીટેબલ ફ્રેન્કી | વેજીટેબલ ફ્રેન્કી | હાઈ બ્લડ પ્રેશર માટે મિક્સ વેજીટેબલ ફ્રેન્કી | ફ્રેન્કી રેસીપી | mixed vegetable frankie in gujarati |
ફ્રેન્કી એ મુંબઈનું ઓલ ટાઈમ ફેવરિટ સ્ટ્રીટ ફૂડ છે અને વિશ્વભરના ભારતીયો દ્વારા તે ખૂબ જ પ્રિય છે. હવે, અન્ય ભારતીય શહેરો અને નગરોની શેરીઓમાં પણ ફ્રેન્કી કાઉન્ટર્સ જોવાનું સામાન્ય છે!
શાકભાજી અને મસાલાના ચટપટા મિશ્રણથી ભરપૂર, ફ્રેન્કી માત્ર તાળવાને જ ખુશ કરતું નથી પરંતુ તે પેટને ખુબ લાંબા સમય સુધી આધાર આપે છે. અહીં, અમે આ લોકપ્રિય નાસ્તાની તંદુરસ્ત, ઓછા મીઠાની આવૃત્તિ બનાવી છે, જેને હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકો પણ ક્યારેક ક્યારેક માણી શકે છે.
આ રેસીપી મેંદાને બદલે ઘઉંના લોટથી બનાવેલી છે અને ચીઝને પણ કાઢી નાખવામાં આવ્યું છે. મિક્સ વેજીટેબલ ફ્રેન્કીમાં વધુ પડતી ચરબીનો ઉપયોગ નથી કર્યો અને તે શાકભાજીથી ભરપૂર છે.
આ પૌષ્ટિક નાસ્તાને તરત જ પીરસવામાં આવે તે મહત્વનું છે જેથી સ્વાદ અને ટેક્સચરનો શ્રેષ્ઠ આનંદ માણો.
કણિક માટે- એક ઊંડા બાઉલમાં ઘઉંનો લોટ ઉમેરો અને પૂરતા પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરીને નરમ લોટ બાંધો.
- કણિકને ૪ સમાન ભાગોમાં વહેંચો.
- દરેક ભાગને ઘઉંના લોટની મદદથી ૧૫૦ મી. મી. (૬”) વ્યાસના ગોળાકારમાં વણી લો.
- એક નોન-સ્ટીક તવો ગરમ કરો અને દરેક રોટલીને ત્યાં સુધી રાંધો જ્યાં સુધી બંને બાજુ ગોલ્ડન બ્રાઉન ફોલ્લીઓ ન દેખાય. બાજુ પર રાખો.
રોલ બનાવવા માટે- એક પહોળા નોન-સ્ટીક પેનમાં ૧ ટીસ્પૂન તેલ ગરમ કરો, તેમાં કાંદા ઉમેરો અને મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- આદુની પેસ્ટ, લસણની પેસ્ટ, હળદર, ધાણા પાવડર, લાલ મરચું પાવડર અને ૧ ટેબલ-સ્પૂન પાણી ઉમેરીને મધ્યમ તાપ પર ૩૦ સેકન્ડ સુધી સાંતળી લો.
- ગાજર, બ્રોકોલી, મીઠું અને ૨ ટેબલ-સ્પૂન પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- લીલા વટાણા અને બટાકા ઉમેરો, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો. થોડું ઠંડુ થવા માટે બાજુ પર રાખો.
- મિશ્રણને ૪ સમાન ભાગોમાં વિભાજીત કરો.
- મિશ્રણના દરેક ભાગને ૧૨૫ મી. મી. (૫”) વ્યાસનો ગોળ નળાકાર રોલ તૈયાર કરો અને તેને તમારી હથેળીઓ વચ્ચે ચપટો કરો.
- એક નોન-સ્ટીક તવાને ૧ ટીસ્પૂન તેલથી ગરમ કરો અને બધા રોલને તવા પર મૂકો. તેમને મધ્યમ તાપ પર બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી રાંધી લો. બાજુ પર રાખો.
ફ્રેન્કી બનાવવાની વિધિ- મિક્સ વેજીટેબલ ફ્રેન્કી બનાવવા માટે, સ્વચ્છ, સૂકી સપાટી પર રોટલી મૂકો, તેના પર તૈયાર ૧/૨ ટીસ્પૂન મસાલાનું પાણી રેડો અને તેને સરખી રીતે ફેલાવો.
- રોટલીની એક બાજુએ એક તૈયાર મિક્સ વેજીટેબલનો રોલ મૂકો.
- રોટીને રોલ ઉપર બંને બાજુથી ફોલ્ડ કરો.
- રોટલીના એક ખુલ્લા છેડાથી બીજા છેડા સુધી રોલ કરો.
- રોટલીને સજ્જડ રીતે ગોળ વાળી લો.
- રીત ક્રમાંક ૧ અને ૫ મુજબ ૩ વધુ ફ્રેન્કી તૈયાર કરી લો.
- મિક્સ વેજીટેબલ ફ્રેન્કીને તરત જ પીરસો.
Other Related Recipes
મિક્સ વેજીટેબલ ફ્રેન્કી રેસીપી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe