પાલક તાહીની રૅપ્સ્ ની રેસીપી | Spinach Tahini Wraps ( Nutritious Recipe for Pregnancy)
તરલા દલાલ દ્વારા
Added to 185 cookbooks
This recipe has been viewed 9534 times
તમારા શરીરમાં લોહ તત્વ જાળવી રાખવા પાલકની સાથે સલાડના પાન અને તલ વડે તૈયાર થતા આ પાલક તાહીનીના રૅપ્સ્, તમારા બાળકોના રક્ત કોષ અને હેમોગ્લોબીનને વધારવામાં મદદરૂપ થશે. બનાવવામાં અતિ સરળ આ રૅપ્સ્ સુવાસ અને સ્વાદ બન્ને ધરાવે છે.
રોટી માટે- એક બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી, તેમાં જરૂરી પાણી ઉમેરી નરમ કણિક તૈયાર કરી ૧/૨ કલાક બાજુ પર રાખો.
- તે પછી આ કણિકના ૬ સરખા ભાગ પાડી, દરેક ભાગને ૧૫૦ મી. મી. (૬”) વ્યાસના ગોળાકારમાં વણી રોટી તૈયાર કરો.
- દરેક રોટીને બન્ને બાજુએથી હલકી શેકીને બાજુ પર રાખો.
પૂરણ માટે- એક પૅનમાં તેલ ગરમ કરી તેમાં કાંદા મેળવી, કાંદા અર્ધપારદર્શક થાય ત્યાં સુધી સાંતળી લો.
- તે પછી તેમાં મિક્સ શાકભાજી, લીલા મરચાં, કોથમીર અને મીઠું મેળવી વધુ ૧ મિનિટ સુધી સાંતળી લો.
- હવે આ પૂરણના ૬ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
તીખી તાહીની પેસ્ટ તૈયાર કરવા માટે- એક તવા પર તલ અને ચણા દાળને અલગ-અલગથી શેકી લીધા પછી તેને મિક્સરમાં સાથે પીસીને ઝીણો પાવડર તૈયાર કરો.
- આ પાવડરને એક બાઉલમાં કાઢી લીધા પછી, તેમાં બાકી રહેલી બધી વસ્તુઓ મેળવીને સારી રીતે મિક્સ કરી લો.
- આ પેસ્ટને રેફ્રિજરેટરમાં લગભગ એક કલાક રહેવા દો.
આગળની રીત- એક સાફ અને સૂકી જગ્યા પર એક રોટી રાખો.
- તે પછી તેની પર સરખા પ્રમાણમાં સલાડના પાન મૂકો.
- હવે સલાડના પાન પર તાહીની પેસ્ટનું પાતળું થર અને તૈયાર કરેલા પૂરણનો એક ભાગ પાથરો.
- છેલ્લે તેની પર થોડી મરચાં-લસણની પેસ્ટ પાથરી, રોટીને સખત રીતે રોલ કરી લો.
- આ જ પ્રમાણે બાકી રહેલી પેસ્ટ અને પૂરણ વડે બીજી ૫ રોટી તૈયાર કરી લો.
- તરત જ પીરસો.
Other Related Recipes
Accompaniments
પાલક તાહીની રૅપ્સ્ ની રેસીપી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe