રાજમા રેપ રેસીપી | રાજમા રોલ | રાજમા રોટી રેપ | ભારતીય વેજીટેબલ રોલ | Rajma Wrap
તરલા દલાલ દ્વારા
Added to 335 cookbooks
This recipe has been viewed 1930 times
રાજમા રેપ રેસીપી | રાજમા રોલ | રાજમા રોટી રેપ | ભારતીય વેજીટેબલ રોલ | rajma wrap recipe in gujarati | with 36 amazing images.
રાજમા રેપ માત્ર સ્વાદિષ્ટ જ નથી, પરંતુ વન-ડિશ મિલ માટે પણ એક આદર્શ ભોજન છે. સ્વાદિષ્ટ રાજમાના પૂરણ સાથે દહીંનું ડ્રેસિંગ એક મજેદાર વ્યંજન બનાવે છે, જેને તમે ચુકવા નહીં માગશો.
રાજમા રેપ રેસીપી માટેની ટિપ્સ. ૧. અગાઉથી રેસીપીની યોજના બનાવો. રાજમાને રાતભર અથવા ઓછામાં ઓછા ૮ કલાક પલાળી રાખવાનું યાદ રાખો. ૨. રાજમાને ઓછામાં ઓછી ૬ સિસોટી કે તેથી વધુ સમય માટે પ્રેશર કરો જેથી તે સારી રીતે રંધાઈ જાય. જો કે, તે મશી ન થવા જોઈએ.
રોટલી બનાવવા માટે- એક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરો અને પૂરતા પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરીને નરમ કણિક બાંધો. બાજુ પર રાખો.
- કણિકને ૪ સમાન ભાગોમાં વિભાજીત કરો અને દરેક ભાગને ૨૦૦ મી. મી. (૮”) ના ગોળાકારમાં થોડા સૂકા ઘઉંના લોટની મદદથી વણી લો.
- એક નોન-સ્ટીક તવો ગરમ કરો અને બંને બાજુ રોટલીને હલ્કી શેકી લો. બાજુ પર રાખો.
રાજમાનું પૂરણ બનાવવા માટે- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરો, તેમાં આદુ અને લસણ ઉમેરીને મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- તેમાં હળદર પાવડર, મરચું પાવડર અને ધાણા-જીરું પાવડર ઉમેરી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- કાંદા ઉમેરો અને મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
- ટામેટાં અને ૨ ટેબલ-સ્પૂન પાણી ઉમેરીને મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૩ થી ૪ મિનિટ સુધી સાંતળી લો.
- ટોમેટો કેચપ અને રાજમા ઉમેરીને સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તેમાં કોથમીર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી રાંધી લો. બાજુ પર રાખો.
રાજમા રેપ બનાવવા માટે આગળની રીત- પીરસતા પહેલા, એક નોન-સ્ટીક તવા પર રોટલી ગરમ કરો.
- રોટલીને સ્વચ્છ સૂકી સપાટી પર મૂકો અને તેના પર ૧/૨ ટી-સ્પૂન મરચા-લસણની ચટણી સરખી રીતે ફેલાવો.
- રોટલીની મધ્યમાં એક હરોળમાં તૈયાર રાજમાના પૂરણનો ૧/૪ ભાગ ફેલાવો અને તેના પર ૧/૪ ભાગ દહીંનું ડ્રેસિંગ ફેલાવો.
- તેના પર ૧ ટેબલ-સ્પૂન લીલા કાંદાના પાન ફેલાવો અને રોટલીને ચુસ્ત રીતે રોલ કરો.
- બાકીની સામગ્રી સાથે ૩ વધુ રેપ બનાવો.
- રાજમા રેપને તરત જ પીરસો.
Other Related Recipes
રાજમા રેપ રેસીપી has not been reviewed
4 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
Foodie #503860,
June 13, 2011
a very good and tasty wrap. quite filling too. a must try.
3 of 3 members found this review helpful
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe