ચીઝી ખડા ભાજી રેપ | ચીઝી રેપ | Cheesy Khada Bhaji Wrap ( Wraps and Rolls)
તરલા દલાલ દ્વારા
Added to 127 cookbooks
This recipe has been viewed 3839 times
ચીઝી ખડા ભાજી રેપ | ચીઝી રેપ | cheesy khada bhaji wrap in gujarati |
સામાન્ય રીતે તાજી સ્થાનિક શાકભાજી અને સરસ મસાલાનો ઉપયોગ કરીને જાડી, ગ્રેવી જેવા સુસંગતતામાં તૈયાર કરાયેલ ઓલ-ટાઇમ મનપસંદ ભાજીને થોડું ટ્વિક કરવામાં આવ્યું છે. અહીં, અમે ડુંગળી, કેપ્સિકમ અને મસાલાની
ગ્રેવીમાં કોટેડ, બટાટા, ટામેટાં અને ફૂલકોબી જેવા શાકભાજીનો ઉપયોગ કર્યો છે જેને લીધે રેપ નરમ નહીં થાશે. આ ચીઝી ખડા ભાજી રેપને અનફર્ગેટેબલ બનાવે છે.
ખાડા ભાજી બનાવા માટે- તાવા (ગ્રીલ) પર અથવા ઊંડા નોન-સ્ટીક પૈનમાં માખણ ગરમ કરો, તેમાં જીરુંનો પાઉડર અને મરચું-લસણની ચટણી નાંખો અને થોડી સેકંડ માટે મધ્યમ તાપ પર સાંતળો.
- કાંદા ઉમેરો અને ૧ થી ૨ મિનિટ માટે મધ્યમ તાપ પર સાંતળો.
- સિમલા મરચાં, ટામેટાં, પાવ ભાજી મસાલા, મીઠું અને ૨ ટેબલસ્પૂન પાણી નાખી મધ્યમ તાપ પર ૨ મિનિટ માટે સાંતળો.
- લીલા વટાણા, બટાટા, ફૂલકોબી અને કોથમીર નાંખો, સારી રીતે મિક્ષ કરી દો અને મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે વચ્ચે હલાવતા રાંધી લો. એક બાજુ રાખો.
ચીઝી ખડા ભાજી રેપ બનાવા માટે આગલ ની વિઘિ- ટામેટાં, કાંદા, કોથમીર, મીઠું અને મરીને બાઉલમાં ભેળવી, બરાબર મિક્ષ કરી એક બાજુ રાખો.
- ચોખ્ખી અને સૂકી સપાટી પર એક રોટલી મૂકો અને રોટલીના મધ્યમાં એક લાઇનમાં ૧/૪ ભાગ ખાડા ભાજીને ગોઠવો.
- ખાડા ભાજી ઉપર કાંદા-ટમેટાંના મિશ્રણનો ૧/૪ ભાગ ગોઠવો.
- છેલ્લે તેના ઉપર ૨ ટેબલસ્પૂન ક્રશ કરેલા પાપડ અને ૧ ટેબલસ્પૂન ચીઝ નાખો અને તેને ચુસ્ત રીતે રોલ કરો.
- વધુ ૩ રેપ બનાવવા માટે બાકીના ઘટકો સાથે પુનરાવર્તન કરો.
- દરેક રેપની આસપાસ ટિશ્યુ પેપર લપેટીને તરત જ પિરસો.
Other Related Recipes
ચીઝી ખડા ભાજી રેપ | ચીઝી રેપ has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe