બટાટા અને પનીરના રોલ | Aloo and Paneer Roll
તરલા દલાલ દ્વારા
Added to 157 cookbooks
This recipe has been viewed 7632 times
બટાટા અને પનીરના અદભૂત પૂરણમાં મરચાં, કોથમીર, ફૂદીનો અને જીરૂ મેળવી જ્યારે લીલી ચટણી લગાવેલી તાજી રોટીમાં લપેટવામાં આવે છે, ત્યારે અનેરા સ્વાદવાળા બટાટા અને પનીરના રોલ બને છે. તે પણ જ્યારે પૂરણ, સ્વાદિષ્ટ સલાડ સાથે પીરસવામાં આવે છે, ત્યારે આ બટાટા અને પનીરના રોલ વધુ સ્વાદિષ્ટ અને કરકરા બને છે.
કણિક માટે- એક ઊંડા બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી, પર્યાપ્ત માત્રામાં પાણી મેળવી, મસળીને નરમ કણિક બનાવો.
- આ કણિકના ૬ સરખા ભાગ પાડી, દરેક ભાગને, ઘઉંના લોટની મદદથી, ૧૨૫ મી. મી. (૫”) વ્યાસના ગોળાકારમાં વણી લો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી, વણેલી બધી રોટીને અર્ધ-કચરી રાંધી લો અને બાજુ પર રાખો.
પૂરણ માટે- એક ઊંડા નૉન-સ્ટીક તવામાં તેલ ગરમ કરી, જીરૂ ઉમેરો.
- જ્યારે જીરૂ તતડવા માંડે ત્યારે તેમાં લીલા મરચાં ઉમેરી, મધ્યમ તાપ પર થોડી સેકંડ સાંતળી લો.
- હવે તેમાં બટાટા, પનીર, કોથમીર, ફૂદીનો અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી, મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે થોડા-થોડા સમયે હલાવતા રહી રાંધી લો.
- તૈયાર થયેલ પૂરણના ૬ સરખા ભાગ પાડી, દરેક ભાગને, હાથની મદદથી લંબચોરસ આકાર આપી, બાજુ પર રાખો.
આગળની રીત- મિક્સ કરીને તૈયાર કરેલા સલાડના ૬ સરખા ભાગ પાડી, બાજુ પર રાખો.
- અર્ધ-કચરી રાંધેલી એક રોટીને, સપાટ અને સૂકી જગ્યા પર મૂકો અને તેની પર ૧ ટીસ્પૂન લીલી ચટણી લગાવો.
- હવે રોટીના એક ખુણા પર પૂરણનો એક ભાગ મૂકી, તેની ઉપર સલાડનો એક ભાગ મૂકો. હવે રોટીને ચુસ્તરીતે વીંટી, એક રોલ બનાવો.
- રીત ક્રમાંક ૨ અને ૩ પ્રમાણે, બાકીના ૫ રોલ બનાવો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી થોડું તેલ ચોપડી લો.
- તેની પર તૈયાર કરેલ રોલ મૂકી, થોડા તેલની મદદથી, રોલ ફરતે બ્રાઉન ટપકાં આવે ત્યાં સુધી શેકી લો.
- દરેક રોલને આડા બે ભાગમાં કાપીને, ટમૅટો કેચપ સાથે ગરમ-ગરમ પીરસો.
Other Related Recipes
બટાટા અને પનીરના રોલ has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe