વેજીટેબલસ્ ઇન ટમૅટો ગ્રેવી | Vegetables in Tomato Gravy
તરલા દલાલ દ્વારા
5/5 stars 100% LIKED IT
1 REVIEW
ALL GOOD
Added to 64 cookbooks
This recipe has been viewed 8265 times
નામ વાંચીને જ તમને સમજાઇ જશે કે આ વાનગીમાં વિપુલ પ્રમાણમાં ટમેટા હશે. આ ઉપરાંત તેમાં બીજા શાક જેવા કે ભીંડા, સરગવાની શીંગ, ફણસી અને બટાટા પણ છે. તમારા ગમતા અને હાજર હોય એવા શાક પણ તેમાં ઉમેરી શકો છો. ચણાનો લોટ પણ આ વાનગીમાં મહત્વનો ભાગ ભજવે છે કારણકે તેના વડે વાનગીની સુસંગતા અને સંતુલન જળવાઇ રહે છે.
Method- એક ઊંડી કઢાઇમાં ટમેટા અને ૨ કપ પાણી મેળવી મધ્યમ તાપ પર ૮ થી ૧૦ મિનિટ અથવા ટમેટા નરમ થાય ત્યાં સુધી બાફી લો.
- તેને તાપ પર થી નીચે ઉતારી ઠંડા થવા બાજુ પર રાખો.
- ટમેટા થોડા ઠંડા પડે તે પછી તેને મિક્સરમાં ફેરવી સુંવાળી પલ્પ તૈયાર કરી બાજુ પર રાખો.
- એક ઊંડી કઢાઇમાં ૨ કપ પાણી ગરમ કરી તેમાં ફણસી, ગુવારફળી અને સરગવાની શીંગ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૫ મિનિટ બાફી લો.
- પછી તેમાં બટાટા મેળવી સારી રીતે હલાવીને વધુ ૫ થી ૭ મિનિટ સુધી બાફી લો. પાણીને ગાળી ન લેતા તેમાં જ રહેવા દો.
- બીજી એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં રાઇ અને જીરું મેળવી લો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ અને ચણોનો લોટ મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં કડીપત્તા, ટમેટાનું પલ્પ સને બાફેલા બધા શાક (અને તેની સાથેનું પાણી પણ) મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૫ થી ૭ મિનિટ સુધી, વચ્ચે થોડા-થોડા સમયે હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેમાં મીઠું, આદુ-મરચાંની પેસ્ટ અને ભીંડા મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૫ થી ૭ મિનિટ સુધી, વચ્ચે થોડા-થોડા સમયે હલાવતા રહી, રાંધી લો.
- છેલ્લે તેમાં સાકર અને ગરમ મસાલો મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી રાંધી લો.
- ભાત અથવા પરોઠા સાથે ગરમ ગરમ પીરસો.
Other Related Recipes
Accompaniments
1 review received for વેજીટેબલસ્ ઇન ટમૅટો ગ્રેવી
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
shreya_the foodie,
October 11, 2012
Bhindi, French beams and drumsticks cooked in a mildly spiced tomato gravy. My daughter loved the vegetable and the tomato based sauce.
See more favourable reviews...
No critical reviews posted for this recipe
Helpful reviews for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe