કુટીના દારાના ઢોકળા | Buckwheat Dhoklas
તરલા દલાલ દ્વારા
Added to 83 cookbooks
This recipe has been viewed 8607 times
સામાન્ય રીતે દરેક જાતના નાસ્તામાં ચરબીનું પ્રમાણ હોવું જરૂરી નથી. આ એક એવો નાસ્તો છે જેમાં સહેજ પણ ચરબી ધરાવનાર અંશ ન હોવાથી તે તમારા માટે સદાય ગમતી વાનગી ગણી શકાય.
આ ઉપરાંત આ કુટીના દારાના ઢોકળાનો સ્વાદ અને પૌષ્ટિક્તા પણ લાજવાબ છે. કુટીના દારાની ગુણવત્તા એવી છે કે તે શરીરમાં રક્તના ભ્રમણમાં મદદરૂપ થઇ શરીરની ધમનીમાં થતાં ચરબીના ગંઠાવવાની ક્રીયાને અટકાવે છે. કુટીના દારાના ઉપયોગથી હ્રદયની ધડકનને દાબમાં રાખવા તે મદદરૂપ ગણાય જેથી હ્રદયની બીમારી ધરાવનાર માટે તે ઉપયોગી ગણી શકાય.
આ ઉપરાંત આ નાસ્તાની વાનગીમાં તેલનો ઉપયોગ ન હોવાથી જેને રક્તના કોલેસ્ટ્રોલની તકલીફ હોય તેના માટે આ વાનગી ફાયદારૂપ ગણી શકાય. તે ઉપરાંત તેનું ગ્લાસેમિક ઇન્ડેક્સ્ ઓછું હોવાથી જેમને ડાયાબિટીસની તકલીફ હોય તેમના માટે પણ યોગ્ય છે. આ ઢોકળાના અઢળક ફાયદા હોવાથી આ નાસ્તો બધા માટે જરૂર બનાવો.
Method- કુટીના દારાને સાફ કરીને જરૂરી પાણી વડે એક જ વખત ધોઇ લો. તેને વધુ વખત ધોવાથી તેમાં રહેલા સ્ટાર્ચ પણ ધોવાઇ જશે.
- તે પછી તેને ગરણી વડે ગાળીને નીતારી લો.
- હવે એક ઊંડા બાઉલમાં કુટીનો દારો, દહીં અને ૧/૩ કપ પાણી મેળવીને સારી રીતે મિક્સ કરી લો, તે પછી બાઉલને ઢાંકી પલાળવા માટે ૪ થી ૫ કલાક બાજુ પર રાખો.
- તે પછી તેમાં લીલા મરચાંની પેસ્ટ, આદૂની પેસ્ટ અને મીઠું મેળવી લો. ૧/૨ ચમચી ફળ મીઠું ઉમેરો (વૈકલ્પિક). પરપોટા બનવા દો. બેટરને હળવા હાથે મિક્સ કરો.
- આ ખીરાનો અડધો ભાગ એક તેલ ચોપડેલી ૧૭૫ મી. મી. (૭”)ના ગોળાકાર થાળીમાં રેડી થાળીને ઉપર નીચે કરી સરખા પ્રમાણમાં પાથરી લો.
- તે પછી તેને સ્ટીમરમાં (steamer) મૂકી ૧૦ થી ૧૨ મિનિટ સુધી અથવા ઢોકળા બરોબર રંધાઇ જાય ત્યાં સુધી બાફી લો.
- રીત ક્રમાંક ૫ અને ૬ મુજબ બીજી એક થાળી તૈયાર કરો.
- ઢોકળાને થોડા ઠંડા પાડ્યા પછી તેના ટુકડા કરી તરત જ પીરસો.
હાથવગી સલાહ:- રીત ક્રમાંક ૩ મુજબ મિશ્રણને ગરમીના દીવસોમાં ૪ કલાક તથા ઠંડીના દીવસોમાં ૫ થી ૬ કલાક હવામાન પ્રમાણે પલાળી રાખવું. આમ કરવાથી ઢોકળા સારા તૈયાર થશે.
Other Related Recipes
Accompaniments
કુટીના દારાના ઢોકળા has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
Mruga D,
September 20, 2013
Nice, tasty and healthy recipe...three important ingredients are used like buckwheat, soya curds and ragi which are not only fibre rich but also loaded with calcium.
See more favourable reviews...
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe