You are here:
Home > કિનોઆ આવાકાડો વેજ હેલ્થી ઑફિસ સલાડ ની રેસીપી
કિનોઆ આવાકાડો વેજ હેલ્થી ઑફિસ સલાડ ની રેસીપી | Quinoa Avocado Veg Healthy Office Salad
તરલા દલાલ દ્વારા
Added to 10 cookbooks
This recipe has been viewed 5630 times
એક અતિ મજેદાર વાનગી જે તમારા જમણને વધુ પૌષ્ટિક બનાવશે. સલાડમાં રાંધેલા કિનોઆ, ફણગાવેલા કઠોળ, સ્વાદિષ્ટ શાક અને મશરૂમ જેવી પૌષ્ટિક્તા ધરાવતી વસ્તુઓ હોય ત્યારે તમારું જમણ સંપૂર્ણ તો બનશેજ, તે ઉપરાંત મોઢાને સ્વાદિષ્ટ સ્વાદનો અનુભવ પણ આ સલાડ કરાવે એવું છે. એક સામાન્ય સલાડ કરતાં ચડિયાતું આ સલાડ લીંબુ અને લસણના ડ્રેસિંગ વડે અતિ મજેદાર બને છે. આ કિનોઆ આવાકાડો સલાડ પૌષ્ટિકતાથી છલોછલ છે તો તમને આનાથી વધુ શું જોઇએ?
કીનોઆમાં ભરપુર ફાઇબર અને પ્રોટીન હોય છે અને તે એક આરોગ્યદાયક અનાજ છે, જે તમારા શરીરમાં સાકરના પ્રમાણમાં થતા વધારાને જકડી રાખે છે. આવાકાડોમાં સારી ચરબી ધરાવતા ગુણ છે અને બીજી વસ્તુઓમાં એન્ટીઓક્સિડંટ(antioxidant) હોવાથી તે શરીરમાં થતા રોગોને અટકાવે છે. આ ડ્રેસિંગ એક અલગ બોક્સમાં રાખવું અને પીરસવાના થોડા સમય પહેલા તેને સલાડમાં મેળવવું.
Method- કિનોઆ આવાકાડો વેજ હેલ્થી ઑફિસ સલાડ ની રેસીપી બનાવવા માટે, એક ગ્રીલર પૅન અથવા પહોળા નૉન-સ્ટીક પૅનમાં જેતૂનનું તેલ ગરમ કરી તેમાં ઝૂકિની મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં રંગીન સિમલા મરચાં મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં મશરૂમ અને થોડું આખું મીઠું મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- તેને ઠંડું પાડી બાકી રહેલી સામગ્રી સાથે લંચ બોક્સમાં ભરી બીજા એક બોક્સમાં ડ્રેસિંગ સાથે ઓફિસે લઇ જાવ.
- જમવાના સમયે બન્ને વસ્તુઓ ભેગી કરી સારી રીતે મિક્સ કરી તરત જ તેનો સ્વાદ માણો.
Other Related Recipes
કિનોઆ આવાકાડો વેજ હેલ્થી ઑફિસ સલાડ ની રેસીપી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe