ચોકલેટ ચીઝ પરોઠા ની રેસીપી | Chocolate Cheese Paratha
તરલા દલાલ દ્વારા
Added to 3 cookbooks
This recipe has been viewed 3899 times
એક અલગ જ પ્રકારનું સંયોજન ચીઝ અને ચોકલેટનું. આ બે વસ્તુઓ અરસપરસ મેળવીને એવા પરોઠા તૈયાર થાય છે, જેમાં ચોકલેટના ઉત્કટ ગુણ અને ચીઝ વડે પરોઠાનો અંદરનો ભાગ નરમ રહે છે.
ખાસ યાદ રાખશો કે આ ચોકલેટ ચીઝ પરોઠા બની જાય કે તરત જ પીરસવાના છે જેથી તમે તેનો સ્વાદ અને તેની લહેજત એક એક કોળિયે માણી શકો. જો તમે તેને થોડો સમય પણ રાખી મૂકશો તો ચીઝ ચીકટ હોવાથી પરોઠા ખાવાના બદલે ચાવવા પડશે.
Method- પૂરણ માટે
- ૧. એક ઊંડા બાઉલમાં ડાર્ક ચોકલેટ અને ચીઝ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- ૨. આ મિશ્રણના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
કણિક માટે- એક ઊંડા બાઉલમાં ઘઉંનો લોટ અને મીઠું મેળવી તેમાં જરૂરી પાણી ઉમેરી નરમ કણિક તૈયાર કરી તેના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
આગળની રીત- કણિકના એક ભાગને ૧૦૦ મી. મી. (૪”)ના વ્યાસના ગોળાકારમાં સૂકા લોટની મદદથી વણી લો.
- આ વણેલા ભાગની મધ્યમાં તૈયાર કરેલા પૂરણનો એક ભાગ મૂકી તેની દરેક બાજુઓ મધ્યમાં વાળીને ભેગી કરીને બંધ કરી લીધા પછી તેને ઉપરથી હાથ વડે થાપીને થોડું ચપટું બનાવી લો.
- તે પછી તેને ફરીથી ૧૨૫ મી. મી. (૫”)ના વ્યાસના ગોળાકારમાં સૂકા લોટની મદદથી વણી લો.
- હવે એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર તૈયાર કરેલા પરોઠાને ૧/૨ ટીસ્પૂન ઘી વડે મધ્યમ તાપ પર પરોઠા પર બન્ને બાજુએ ગોલ્ડન બ્રાઉન ધબ્બા દેખાય ત્યાં સુધી શેકી લો.
- રીત ક્રમાંક ૧ થી ૪ મુજબ બીજા ૩ પરોઠા તૈયાર કરો.
- તરત જ પીરસો.
Other Related Recipes
ચોકલેટ ચીઝ પરોઠા ની રેસીપી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe