કૂટીના દારાના ઢોસા ની રેસીપી | હેલ્ધી ડોસા | ઇન્સ્ટન્ટ કૂટીના દારાના ઢોસા | Buckwheat Dosa
તરલા દલાલ દ્વારા
Added to 62 cookbooks
This recipe has been viewed 7358 times
કૂટીના દારાના ઢોસા ની રેસીપી | હેલ્ધી ડોસા | ઇન્સ્ટન્ટ કૂટીના દારાના ઢોસા | buckwheat dosa in Gujarati | with 15 amazing images.
આજે તમને ઢોસા ખાવાની ઇચ્છા થઇ છે પણ ઘરમાં આથો તો તૈયાર નથી? ચિંતા ન કરો અને આ કૂટીના દારા અને અડદની દાળ વડે બનતા ઢોસા ઝટપટ તૈયાર કરી શકાય એવા છે. નવીનતા જેવી વાત તો એ છે કે અહીં કૂટીના દારાનો પાવડર વાપરવામાં આવ્યો છે અને તેમાં વઘાર ઉમેરીને ખીરૂં તૈયાર કરવામાં આવ્યું છે જેના વડે તમે તરત જ મજેદાર ઇન્સ્ટન્ટ કૂટીના દારાના ઢોસા તૈયાર કરી શકશો.
જુઓ આ શા માટે છે સ્વસ્થ ભારતીય કૂટીના દારાના ઢોસા? કૂટીનો દારો આયર્નનો ખૂબ જ સારો સ્ત્રોત છે અનેએનિમિયાને રોકવા માટે સારું છે. ફોલેટથી ભરપૂર અને સગર્ભા સ્ત્રીઓ માટે સારો ખોરાક. કૂટીનો દારો તમારા હૃદયને સ્વસ્થ રાખે છે અને ફાઇબરમાં વધુ અને ડાયાબિટીસને અનુકૂળ રાખે છે. તો આ કૂટીના દારાના ઢોસા પર તૂટી પાડો.
આ કૂટીના દારાના ઢોસા તમને મનગમતી ચટણી અને મુખ્યત્વ લીલી ચટણી સાથે તવા પરથી ઉતારીને ગરમ-ગરમ ખાવાની મજા ઓર જ મળશે.
Method- કૂટીના દારાના ઢોસા ની રેસીપી બનાવવા માટે, મિક્સરની જારમાં કૂટીનો દારો તથા અડદની દાળ મેળવીને પીસીને ઝીણો પાવડર તૈયાર કરી લો.
- હવે આ પાવડરને એક ઊંડા બાઉલમાં કાઢી બાજુ પર રાખો.
- એક નાના પૅનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ મેળવો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- આ તૈયાર કરેલા વધારની સાથે લીલા મરચાં, કોથમીર અને મીઠું તથા ૨ કપ પાણી સાથે તૈયાર કરેલા લોટના બાઉલમાં મિક્સ કરી સુંવાળુ ખીરૂં તૈયાર કરો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર થોડું તેલ ચોપડી લો.
- આ તવા પર ૧/૨ કપ ખીરૂં ગોળાકારમાં પાથરી થોડું તેલ ચીલના કાણાઓમાં રેડી ઢોસા બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લો.
- રીત ક્રમાંક ૭ મુજબ બીજા ૮ ઢોસા તૈયાર કરી લો.
- લીલી ચટણી સાથે તરત જ પીરસો.
Other Related Recipes
કૂટીના દારાના ઢોસા ની રેસીપી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe