મિક્સ દાળ ની રેસીપી | Mixed Dal
તરલા દલાલ દ્વારા
Added to 47 cookbooks
This recipe has been viewed 7922 times
તીખાશ વગર પણ દાળનો સ્વાદ મસ્ત મજેદાર બની શકે છે તેની સાબીતી છે આ મિક્સ દાળ. ત્રણ પ્રકારની દાળનું સંયોજન અને તે ઉપરાંત ટમેટા, કાંદા અને બીજી વસ્તુઓ વડે આ દાળની ખુશ્બુ તમે માની ન શકો એવી મજેદાર બને છે. તીખાશવાળી વસ્તુથી શરીરમાં એસિડીટી વધે છે, પણ આ દાળમાં ફક્ત નામ પૂરતા લીલા મરચાં મેળવવામાં આવ્યા છે. આમ આ દાળમાં મરચાં સિવાય આદૂ, કોથમીર અને જીરાની અસર તમારી સ્વાદેન્દ્રિયને જરૂર ગમી જાય એવી બનાવે છે.
Method- પ્રેશર કુકરમાં બધી દાળ, હળદર, મીઠું અને ૧ કપ પાણી મેળવી કુકરની ૨ સીટી સુધી રાંધી લો.
- પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો.
- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં જીરૂ મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં કાંદા, લીલા મરચાં અને આદૂ મેળવી, મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં ટમેટા મેળવી, સારી રીતે મિક્સ કરી, મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેમાં રાંધેલી દાળ, ૧/૨ કપ પાણી, કોથમીર અને થોડું મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૪ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- ગરમા-ગરમ પીરસો.
Other Related Recipes
Accompaniments
મિક્સ દાળ ની રેસીપી has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
Foodie #569108,
October 30, 2012
It is a very tasty and light dal, I cook it every other week, as part of our regular meals.. Thanks Tarla Ji..
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe