ફણસની સબ્જી ની રેસીપી | Kathal ki Subzi, Jack Fruit Curry
તરલા દલાલ દ્વારા
Added to 97 cookbooks
This recipe has been viewed 8631 times
જ્યારે ફણસની સીઝન હોય અને બજારમાં નાના-મોટા કાચા-પાકા ફણસ પર તમારી નજર પડે ત્યારે આ રસદાર ફળની સબ્જી ખાવાની ઇચ્છા તમને જરૂર થઇ આવે.
ઘણા લોકો તો આ ફણસની સબ્જી પારંપારિક રીતે બનાવતા જ હોય છે, જ્યારે ઘણા લોકો માટે આ સબ્જી અસાધારણ અને કુતૂહલવાળી વિચિત્ર લાગે.
આ કાચા ફણસની સબ્જી જલ્દી અને સરળ રીતે પ્રેશર કુકરમાં બને છે અને તેમાં સામાન્ય રીતે મળતા મસાલા, મસાલા પાવડર અને બીજી વસ્તુઓ જેવી કે કાંદા, ટમેટા, આદૂ વગેરે મેળવવામાં આવે છે. પ્રેશર કુકરમાં રાંધી લીધા પછી પણ આ ફણસની સબ્જીને વધુ વખત રાંધવી જરૂરી છે જેથી કાચા ફણસની સુવાસ જતી રહે.
ફણસનું બંધારણ જ અલગ જ છે જે તમને જરૂરથી મંત્રમુગ્ધ કરશે. આ સબ્જીની મજા દાળ અને રોટી સાથે કે પછી ઘઉંના લોટના કોથમીર-તલવાળા નાન સાથે અને મોગલાઇ દાળ સાથે માણવા જેવી છે.
ફણસની સબ્જી ની રેસીપી બનાવવા માટે- ફણસની સબ્જી ની રેસીપી બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં ફણસ, હળદર, ૧ ટેબલસ્પૂન તેલ અને થોડું મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી ૧૦ થી ૧૫ મિનિટ માટે બાજુ પર રાખો.
- હવે એક પ્રેશર કુકરના વાસણમાં બાકી રહેલું ૨ ટેબલસ્પૂન તેલ, તજ, લવિંગ અને તમાલપત્ર મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં કાંદા, આદૂ અને લસણ મેળવી મધ્યમ તાપ પર ૫ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં ટમેટા, ધાણા પાવડર, જીરા પાવડર અને મરચાં પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેમાં મેરિનેટ કરેલું ફણસ અને મીઠું મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી રાંધી લો.
- તે પછી તેમાં ૧ ૧/૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૩ સીટી સુધી રાંધી લો.
- પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો.
- પ્રેશર કુકરનું ઢાંકણ ખોલી લીધા પછી તેને મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- કોથમીર વડે સજાવીને ગરમ ગરમ પીરસો.
Other Related Recipes
Accompaniments
ફણસની સબ્જી ની રેસીપી has not been reviewed
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe