જુવાર અને વેજીટેબલના પૉરિજ | Jowar and Vegetable Porridge
તરલા દલાલ દ્વારા
Added to 163 cookbooks
This recipe has been viewed 7873 times
જ્યારે તમે દરરોજના સવારના નાસ્તામાં એક જ વસ્તુ ખાઇને કંટાળી ગયા હો, ત્યારે આ એક નવી જુવારની પૌષ્ટિક વાનગી બનાવો જે પોષણદાઇ તો છે અને તે ઉપરાંત તેમાં સારા એવા પ્રોટીન, લોહ અને ફાઇબર પણ છે. તેમાં મેળવેલા શાક તેની વિટામીન-એ, ફાઇબર, ફોલીક એસિડ અને લોહની માત્રામાં વધારો કરે છે. આ જુવાર અને વેજીટેબલના પૉરિજ સાથે જ્યારે તમે કોઇ ફળ આરોગશો, ત્યારે તમે એટલા સંતુષ્ટ થઇ જશો કે બપોરના જમણના સમય સુધી બીજી કોઇ તબિયતને નુકશાનકારક એવી વસ્તુઓ જેવી કે બિસ્કિટસ્, નટસ્, ચીપ્સ્ વગેરે ખાવાની તમને જરા પણ ઇચ્છા નહીં થાય.
Method- એક પ્રેશર કુકરમાં પાવડર કરેલી જુવાર, મીઠું અને ૩ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૪ સીટી સુધી રાંધી લો.
- પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો.
- એક ઊંડા પૅનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ અને હીંગ મેળવો.
- જ્યારે દાણા તતડવા માંડે ત્યારે તેમાં મિક્સ શાકભાજી મેળવી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં રાંધેલી જુવારનું મિશ્રણ, ૧ ૧/૨ કપ પાણી અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર ૮ થી ૧૦ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તેને ટમેટા, કાંદા અને કોથમીર વડે સજાવી તરત જ પીરસો.
હાથવગી સલાહ:- ૧/૨ કપ અર્ધકચરી પાવડર કરેલી જુવાર માટે ૧/૨ કપ જુવાર મિક્સરમાં ફેરવીને પાવડર તૈયાર કરવો.
- જો પોરિજ બહુ ઘટ્ટ બની જાય, તો તેની ઘટ્ટતા ઓછી કરવા તેમાં થોડું પાણી મેળવવું.
Other Related Recipes
Accompaniments
જુવાર અને વેજીટેબલના પૉરિજ has not been reviewed
2 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
Anya2012,
December 07, 2012
Breakfast is the most important meal of the day and nothing better than a healthy jowar based porridge with veggies.
1 of 1 members found this review helpful
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe