બ્રોકન વીટ ઉપમા | હેલ્દી ઉપમા | | Broken Wheat Upma, Healthy Dalia Upma
તરલા દલાલ દ્વારા
Added to 650 cookbooks
This recipe has been viewed 12662 times
બ્રોકન વીટ ઉપમા | હેલ્દી ઉપમા | broken wheat upma in gujarati | 23 with amazing images.
બ્રોકન વીટ ઉપમાનું નામ જ સૂચવે છે કે ઉપમા આરોગ્યવર્ધક ઘઉંમાંથી બનેલો છે. જેમાં ફાડા ઘઉં બહુ જરૂરી ડાઇયિટરી ફાઇબર અને ઊર્જા આપે છે જ્યારે ગાજર અને લીલા વટાણા વિપુલ પ્રમાણમાં પૌષ્ટિક્તા બક્ષે છે, ખાસ કરીને વિટામિન એ. સામાન્ય રીતે નરમ રહેતા ઉપમા, તેમાં શાકભાજી ઉમેરવાથી કરકરા બને છે. તમે તમારી પસંદગી પ્રમાણે બીજા શાકો પણ ઉમેરી શકો છો જેથી તે વધુ રંગીન અને સ્વાદિષ્ટ બને.
Method- ફાડા ઘઉંને સારી રીતે સાફ કરી ધોઇ નાંખો. હવે ફાડા ઘઉંને ૨ કપ ગરમ પાણીમાં ૩ થી ૪ મિનિટ સુધી અર્ધકચરા ઉકાળી લો. નીતારીને બાજુ પર રાખો.
- એક પ્રેશર કુકરમાં તેલ ગરમ કરી તેમાં રાઇ ઉમેરો.
- જ્યારે દાણા તતડવા માંડે ત્યારે તેમાં અડદની દાળ, કડીપત્તા અને લીલા મરચાં ઉમેરી મધ્યમ તાપ પર થોડી સેકંડ સાંતળી લો.
- હવે તેમાં કાંદા અને આદૂ ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
- હવે તેમાં લીલા વટાણા અને ગાજર ઊમેરી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
- હવે તેમાં ફાડા ઘઉં, મીઠું અને ૧ ૧/૪ કપ પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરમાં ૨ સીટી વાગે ત્યાં સુધી રાંધી લો.
- પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની અંદરની વરાળ નીકળી જવા દો.
- હવે તેને કોથમીર વડે સજાવી તેને થોડું ઠંડું થવા બાજુ પર રાખો.
કેવી રીતે ટિફિનમાં પૅક કરશો- હવાબંધ ટિફિનમાં પૅક કરો.
Other Related Recipes
Accompaniments
બ્રોકન વીટ ઉપમા | હેલ્દી ઉપમા | has not been reviewed
6 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
Healthy Eating,
September 09, 2010
Ideal for breakfast. Broken wheat has a low GI of 41 and is far healthier than white rice or semolina 66 GI. I prefer this to Upma which is not that healthy.
8 of 8 members found this review helpful
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe