હરાભરા સબ્જ પુલાવ | Hara Bhara Subz Pulao
તરલા દલાલ દ્વારા
Added to 99 cookbooks
This recipe has been viewed 3893 times
આ મસાલેદાર ગરમ વાનગીમાં વિવિધ શાક તેને રંગીન અને સુવાસિત બનાવે છે. ઉપરાંત બ્રાઉન ચોખામાં રહેલા વિવિધ પૌષ્ટિક ગુણો જેવા કે કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, વિટામીન-એ અને લોહ તત્વને ફાઇબરયુક્ત શાકભાજી અને લીલી પેસ્ટ સાથે મેળવવાથી એક સ્વાદિષ્ટ અને આરોગ્યદાઇ વાનગી તૈયાર થાય છે. તમે જ્યારે આ તેલ વગરની હરાભરા સબ્જ પુલાવ વાનગી બનાવશો ત્યારે પારંપરિક રીતે તૈયાર થતા ચરબીયુક્ત પુલાવ પ્રત્યેની તમારી કુમળી લાગણીને પણ ભુલી જશો. આ પુલાવ સાથે પાલક કઢી અને પાપડના ચુરાનો સ્વાદ જરૂરથી માણવા જેવો છે.
લીલી પેસ્ટ માટે- ૧. બધી વસ્તુઓ ભેગી કરી મિક્સરમા મૂકી તેમાં થોડું પાણી મેળવી સુંવાળી પેસ્ટ તૈયાર કરો.
આગળની રીત- પ્રેશર કુકરને ઉંચા તાપમાન પર ગરમ કરો.
- તે પછી તેમાં લવિંગ, તજ અને તમાલપત્ર મેળવી ધીમા તાપ પર થોડી સેકંડ સુધી શેકી લો.
- તે પછી તેમાં સમારેલા કાંદા ઉમેરી ધીમા તાપ પર ૩૦ સેકંડ સુધી સૂકા શેકી લો.
- તે પછી તેમાં બટાટા, લીલા વટાણા, ફૂલકોબીના ફૂલ, લીલી પેસ્ટ, બ્રાઉન ચોખા અને મીઠું મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેમાં ૩ કપ ગરમ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૩ સીટી સુધી રાંધી લો.
- પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો.
- કોથમીર વડે સજાવીને ગરમ ગરમ પીરસો.
Other Related Recipes
હરાભરા સબ્જ પુલાવ has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
n_katira,
February 06, 2014
Vegetables and brown rice cooked without oil? But believe me I tried and my family loved it. The green paste can be made in advance and refrigerated too.
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe