મૌરી પનીર રેસીપી | બંગાળી સ્ટાઈલનું પનીરનું શાક | પનીરનું શાક | Mouri Paneer
તરલા દલાલ દ્વારા
Added to 1 cookbook
This recipe has been viewed 1491 times
મૌરી પનીર રેસીપી | બંગાળી સ્ટાઈલનું પનીરનું શાક | પનીરનું શાક | mouri paneer recipe in gujarati | with 26 amazing images.
વરિયાળી અને દૂધમાં રાંધેલું પનીર એકદમ સ્વાદિષ્ટ અને લોકપ્રિય બંગાળી શાક છે.
મૌરી પનીર એ એક લોકપ્રિય પૂર્વ ભારતીય શાક છે જે લૉ ફેટ પનીર ક્યુબ્સ અને ફાઈબરથી ભરપૂર લીલા વટાણા સાથે બનાવવામાં આવ્યું છે. આ બંનેને કાંદા અથવા ટામેટાના આધારનો ઉપયોગ કર્યા વિના સ્વાદિષ્ટ ગ્રેવીમાં રાંધવામાં આવ્યું છે. ઓછામાં ઓછા તેલમાં રાંધેલા પરાઠા સાથે તેનો આનંદ માણો.
મૌરી પનીર બનાવવા માટેની ટિપ્સ: ૧. આ રેસીપી બનાવવા માટે લૉ ફેટ દૂધનો ઉપયોગ કરો. ૨. તમે ફ્રોઝન લીલા વટાણાનો પણ ઉપયોગ કરી શકો છો. ૩. ખાતરી કરો કે તમે દૂધ ઉમેર્યા પછી તેને સતત હલાવશો નહીં, નહીં તો તે દહીં થઈ જશે.
મૌરી પનીર માટે- મૌરી પનીર બનાવવા માટે, એક પેનમાં ૧ ટી-સ્પૂન રાઇનું તેલ ગરમ કરો, તેમાં પનીરના ટુકડા ઉમેરો અને મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી અથવા બંને બાજુ બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લો.
- પનીરના ટુકડાને એક બાઉલમાં પાણીમાં નાખી ૧૦ મિનિટ માટે એક બાજુ પર રાખો.
- એક નાના બાઉલમાં વરિયાળીનો પાવડર અને ૧ ટેબલ-સ્પૂન પાણી ભેગું કરો અને સારી રીતે મિક્સ કરો. બાજુ પર રાખો.
- એક ઊંડા પેનમાં બાકીનું ૧ ટી-સ્પૂન રાઇનું તેલ ગરમ કરો, તેમાં વરિયાળી અને તમાલપત્ર ઉમેરો અને મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- આદુની પેસ્ટ અને વરિયાળી-પાણીની પેસ્ટ, મીઠું અને ૨ ટેબલ-સ્પૂન પાણી ઉમેરીને મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- આ દરમિયાન પનીરના ટુકડાને પાણીમાંથી કાઢી લો અને બાજુ પર રાખો.
- તેમાં લીલા વટાણા, લીલા મરચાં અને પનીરના ટુકડા ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી રાંધી લો.
- દૂધ ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને મધ્યમ તાપ પર ૭ થી ૮ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- મૌરી પનીરને પરોઠા સાથે ગરમા ગરમ પીરસો.
Other Related Recipes
મૌરી પનીર રેસીપી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe