બંગાળી સ્ટાઇલના ભીંડા | Bengali Style Okra ( Bhindi ) Sabzi
તરલા દલાલ દ્વારા
Added to 29 cookbooks
This recipe has been viewed 5503 times
જ્યારે કોઇ વાનગી સહેલાઇથી અને ઝટપટ તૈયાર થાય અને સાથે ખૂબ જ સ્વાદિષ્ટ પણ બને ત્યારે તે જરૂરથી બધાને ગમી જાય.
એવી છે આ બંગાળી સ્ટાઇલની ભીંડાની ભાજી. અહીં રાઇ અને ખસખસ જેવી સાદી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે સહેલાઇથી બધાના રસોડામાં હાજર હોય છે.
આ બન્નેનો પાવડર બનાવીને આ ભાજીમાં ઉમેરવામાં આવ્યું છે જે તેને અનોખો સ્વાદ આપે છે, તમે આ મધ્યમ તીખાશવાળી ભાજી ગરમા ગરમ રોટી સાથે ક્યારે પણ પીરસી શકો.
Method- ભીંડાને સારી રીતે ધોઇને નેપકીન વડે સંપૂર્ણ સૂકા થાય તે રીતે સાફ કરી લો. તેની બન્ને બાજુઓ કાપી લીધા પછી આડા ટુકડા કરી બાજુ પર રાખો.
- ખસખસ અને રાઇ દાણાને મિક્સરમાં ફેરવી ઝીણો પાવડર બનાવી બાજુ પર રાખો.
- એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં ભીંડા મેળવી, મધ્યમ તાપ પર ૮ થી ૧૦ મિનિટ સુધી અથવા ભીંડા નરમ બને ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેમાં લીલા મરચાં, તૈયાર કરેલો ખસખસ-રાઇનો પાવડર, મીઠું, સાકર, હળદર અને મરચાં પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- ગરમ ગરમ પીરસો.
Other Related Recipes
બંગાળી સ્ટાઇલના ભીંડા has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe