ચિક પી ઍન્ડ મિંટ વોફલ | Chick Pea and Mint Waffle


દ્વારા

Chick Pea and Mint Waffle - Read in English 
चिक पी एण्ड मिन्ट वॉफल - हिन्दी में पढ़ें (Chick Pea and Mint Waffle in Hindi) 

Added to 23 cookbooks   This recipe has been viewed 5619 times

આ વોફલ ખૂબ જ કરકરી અને એકદમ અલગ જ અનુભવ કરાવે છે. ખરેખર આ ચિક પી ઍન્ડ મિંટ વોફલ
એક તદ્દન અલગ પ્રકારનો નાસ્તો છે. ક્રશ કરેલા કાબુલી ચણા અને ફૂદીનાના ખીરામાંથી બને છે આ સ્વાદિષ્ટ અને આરોગ્યદાયક વોફલ જે ફાઇબર, વિટામિન એ અને પ્રોટીનથી ભરપૂર છે અને તેની પૌષ્ટિક્તા ને કારણે તમને દીવસભરની તાકત મળી રહે છે.

Add your private note

ચિક પી ઍન્ડ મિંટ વોફલ - Chick Pea and Mint Waffle recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:     ૫ વોફલ માટે
મને બતાવો વોફલ માટે

સામગ્રી
૧ કપ પલાળીને ક્રશ કરેલા કાબુલી ચણા , હાથવગી સલાહને અનુલક્ષો
૧/૪ કપ ઝીણા સમારેલા ફૂદીનાના પાન
૧/૨ કપ રવો
૫ ટેબલસ્પૂન અડદની દાળનો લોટ
૨ ટેબલસ્પૂન લૉ ફેટ દહીં
૧ ટેબલસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧ ટીસ્પૂન શેકીને ભૂક્કો કરેલું જીરું
મીઠું , સ્વાદાનુસાર
૧ ટીસ્પૂન તેલ
૧ ટીસ્પૂન ફ્રૂટ સોલ્ટ
૧ ૧/૨ ટીસ્પૂન તેલ , ચોપડવા અને શેકવા માટે

પીરસવા માટે
પૌષ્ટિક લીલી ચટણી
વિધિ
    Method
  1. એક બાઉલમાં ફ્રૂટ સોલ્ટ સિવાયની બધી સામગ્રી ભેગી કરી, ૧/૨ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી લો. હવે તેની પર ઢાંકણ ઢાંકી ૧૫ મિનિટ સુધી બાજુ પર રાખો.
  2. હવે તેમાં બીજું ૧/૨ કપ પાણી ઉમેરી, સારી રીતે મિક્સ કરી લો.
  3. આગળથી વોફલ આઇરનને ખૂબ જ ગરમ કરી રાખો.
  4. ખીરામાં ફ્રૂટ સોલ્ટ ઉમેરો અને તેની પર ૨ ટીસ્પૂન પાણી નાંખો અને જ્યારે પરપોટા થાય ત્યારે હળવેથી હલાવી લો.
  5. હવે આ મિશ્રણના ૫ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
  6. હવે વોફલ આઇરન પર ૧/૪ ટીસ્પુન તેલ ચોપડી વોફલ આઇરનના બન્ને સાંચામાં મિશ્રણનો એક એક ભાગ રેડી ૧/૪ ટીસ્પૂન તેલની મદદથી ૮ થી ૧૦ મિનિટ અથવા વોફલ કરકરૂ અને બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તેયાં સુધી શેકી લો.
  7. હવે બાકીના ખીરામાંથી ૩ વોફલ બનાવી લો.
  8. પૌષ્ટિક લીલી ચટણી સાથે તરત જ પીરસો.

હાથવગી સલાહ:

    હાથવગી સલાહ:
  1. ૧ કપ પલાળીને ક્રશ કરેલા કાબુલી ચણા માટે ૧/૨ કપ કાબુલી ચણાને પાણીમાં પલાળી ક્રશ કરો.
Accompaniments

Also View These Popular Recipes

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Password?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews