પાપડ મંગોડી નું શાક રેસીપી | વડી પાપડ નું શાક બનાવો | Papad Mangodi ki Sabzi Recipe, Rajasthani
તરલા દલાલ દ્વારા
Added to 135 cookbooks
This recipe has been viewed 4596 times
પાપડ મંગોડી નું શાક રેસીપી | વડી પાપડ નું શાક બનાવો | papad mangodi ki subzi in gujarati |
એક મેચ - મગની દાળની મંગોડી અને અડદની દાળના પાપડ! જ્યારે આ તંદુરસ્ત અને સ્વાદિષ્ટ કોમ્બો ટેન્ગી દહીં અને મસાલા પાવડરમાં મળે છે, ત્યારે તમને મસાલાવાળું સ્વાદિષ્ટ શાક મળે છે.
રાઇ અને જીરુંનો સરળ વઘાર પાપડ મંગોડી ના શાકને એક અત્યંત મોહક સુગંધ આપે છે. પાપડ ફક્ત અંત તરફ ઉમેરો કારણ કે તે ઝડપથી નરમ થશે.
પાપડ મંગોડી નું શાક બનાવવા માટે- એક ઊંડા બાઉલમાં દહીં, લાલ મરચાંનો પાવડર, ધાણા પાવડર, આમચૂર, હળદર અને ૧ કપ પાણી ભેગું કરો અને હ્વિસ્કની મદદથી સારી રીતે મિક્સ કરો. એક બાજુ રાખો.
- પ્રેશર કૂકરમાં ૧ ટેબલસ્પૂન તેલ ગરમ કરો, તેમાં ભૂક્કો કરેલી મંગોડી નાખીને મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ માટે સાંતળી લો.
- ૧ કપ પાણી ઉમેરો, સારી રીતે મિક્સ કરી દો અને ૨ સીટીઓ માટે પ્રેશર કૂક કરો.
- ઢાંકણ ખોલતા પહેલા વરાળને નીકળી જવા દો. એક બાજુ રાખો.
- એક ઊંડા નોન-સ્ટીક કઢાંઈમાં બાકીનું ૧ ટેબલસ્પૂન તેલ ગરમ કરો, તેમાં જીરું, રાઇ અને હીંગ નાંખો અને થોડી સેકંડ માટે મધ્યમ તાપ પર સાંતળી લો.
- ગેસ પર થી ઉતારી લો અને દહીંનું મિશ્રણ, રાંધેલા મેંગોડી અને મીઠું નાખીને બરાબર મિક્સ કરી લો.
- ફરી થી ગેસ પર મૂકો અને મધ્યમ તાપ પર ૨ મિનિટ માટે વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- પાપડ ઉમેરો, સારી રીતે મિક્સ કરી દો અને મધ્યમ તાપ પર ૧ મિનિટ માટે વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તરત જ પીરસો.
Other Related Recipes
Accompaniments
પાપડ મંગોડી નું શાક રેસીપી has not been reviewed
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe