નોન ફ્રાઇડ પકોડી ચાટ | Non Fried Pakodi Chaat, Healthy North Indian Chaat
તરલા દલાલ દ્વારા
Added to 28 cookbooks
This recipe has been viewed 1792 times
તંદુરસ્ત, તળ્યા વગરની મગની દાળની પકોડીથી બનેલી આ સ્વાદિષ્ટ ચાટનો તમે ચોક્કસ આનંદ માણશો. કોઈપણ સંકોચ વગર સંપૂર્ણ આનંદ!
નોન ફ્રાઇડ પકોડી ચાટ માટે- પકોડી બનાવવા માટે, પલાળીને નીતારેલી લીલી મગની દાળને ૧/૪ કપ પાણી સાથે સ્મૂધ થાય ત્યાં સુધી પીસી લો. આ મિશ્રણને એક ઊંડા બાઉલમાં કાઢો, તેમાં હિંગ, લીલા મરચાંની પેસ્ટ અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરો. બાજુ પર રાખો.
- પકોડી બનાવતા પહેલા મિશ્રણ પર ફ્રુટ સોલ્ટ અને ૨ ટી-સ્પૂન પાણી ઉમેરો. જ્યારે પરપોટા બનવા લાગે, ત્યારે હળવા હાથે મિક્સ કરો.
- ૬ તેલ ચોપડેલી વાટીમાં ૧ ટેબલ-સ્પૂન ખીરૂ રેડો અને તેને સ્ટીમરમાં ૬ થી ૮ મિનિટ સુધી અથવા તે રાંધાય ત્યાં સુધી સ્ટીમ કરો. સ્ટીમરથી કાઢો અને તેમને સહેજ ઠંડુ થવા દો.
- થોડું ઠંડું થઈ ગયા પછી, પકોડીને ડિમોલ્ડ કરો અને તેને એક ઊંડા બાઉલમાં પૂરતા હૂંફાળા પાણીમાં ૨ મિનિટ માટે પલાળી દો. પછી પકોડામાંથી પાણી કાઢીને બાજુ પર રાખો.
- રીત ક્રમાંક ૩ અને ૪ મુજબ બાકીની ૬ પકોડી તૈયાર કરી લો. બાજુ પર રાખો.
- સર્વિંગ પ્લેટમાં પલાળેલા ૪ પકોડા મૂકો અને ૧/૪ કપ દહીંને સરખી રીતે ફેલાવો અને તેના પર ૧/૨ ટેબલ-સ્પૂન લીલી ચટણી રેડો.
- છેલ્લે તેના પર થોડું મીઠું, મરચું પાવડર, જીરું પાવડર, ૧ ટી-સ્પૂન કોથમીર અને ૨ ટી-સ્પૂન દાડમ સરખી રીતે ફેલાવો.
- રીત ક્રમાંક ૬ અને ૭ મુજબ નોન ફ્રાઈડ પકોડી ચાટની ૨ વધુ પ્લેટ તૈયાર કરી લો. તરત જ પીરસો.
Other Related Recipes
નોન ફ્રાઇડ પકોડી ચાટ has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe