બરીતોસ | Burritos, Veg Burrito
તરલા દલાલ દ્વારા
Added to 264 cookbooks
This recipe has been viewed 7379 times
બરીતોસ મેક્સિકન વાનગીનું સમાનાર્થક જ ગણાય છે. તેના સ્વાદિષ્ટ ટૉટીલામાં ભાત, રીફ્રાઇડ બીન્સ્, સાલસા, ખાટું ક્રીમ અને ચીઝ હોવાથી તે દરેક રીતે સંપૂર્ણ ગણાય છે. સ્વાદની વાતે તો તમે તેનો એક કોળીયો ખાશો ત્યારે જ તમને જણાશે કે આ વાનગીમાં ખટાશ, તીખાશ અને સાથે ચીઝના સ્વાદનું પણ સંયોજન છે, જે તમને ખૂબ જ સંતુષ્ટ કરાવે એવું છે અને તેથી તેને એક સંપૂર્ણ જમણ પણ કહી શકાય. અહીં અમે તમને ગ્વાકામોલ થી સાલસા બનાવવાની રીત બતાડી છે. દેખાવમાં એવું લાગશે કે ખૂબ બધી તૈયારી કરવાની છે, પણ હકીકતમાં આ વાનગીમાં કંઈ રાંધવાનું નથી. અહીં તમને ફ્કત બધી વસ્તુઓ પ્રમાણસર લઇને ભેગી કરવાની છે. એક વખત બધી વસ્તુઓ ભેગી કરી લીધી પછી તો બસ બરીતોસ તૈયાર જ છે એમ સમજવું.
Method- એક સાફ અને સૂકી જગ્યા પર ટૉટીલા રાખી, તેની એક બાજુ પર ૩/૪ કપ મેક્સિકન રાઇસ, ૧/૪ કપ ફ્રાઇડ બીન્સ્, ૧ ટેબલસ્પૂન ગ્વાકમોલ, ૧ ટેબલસ્પૂન બીન રાંધેલું સાલસા, ૨ ટેબલસ્પૂન સાર ક્રીમ અને ૧ ટેબલસ્પૂન લીલા કાંદા મૂકી તેની ઉપર ૧ ટેબલસ્પૂન ચીઝ સરખી રીતે છાંટી લો.
- હવે પૂરણની ઉપર રોટીની બન્ને બાજુઓ થોડી વાળી લો.
- તે પછી રોટીને એક ખુલ્લી બાજુએથી વાળવા માંડો અને તેને વાળેલી બે બાજુઓની ઉપરથી લઇ જઇને મજબૂત બંધ કરી લો.
- રીત ક્રમાંક ૧ થી ૩ પ્રમાણે બીજા ૫ બરીતોસ તૈયાર કરી લો.
- તરત જ પીરસો.
Other Related Recipes
Accompaniments
બરીતોસ has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe