પનીર અને પાલકનું સૂપ | Paneer and Spinach Soup
તરલા દલાલ દ્વારા
Added to 142 cookbooks
This recipe has been viewed 7464 times
પ્રોટીનયુક્ત પનીર અને પાલકનો એક બાઉલ સૂપ તમને જમણ જેટલો અહેસાસ કરાવશે. મગની દાળ, પનીર અને પાલક, આ સૂપને વધુ પૌષ્ટિક બનાવે છે. જ્યારે કાંદા અને મરી તેમાં તીવ્ર પણ પસંદ પડે તેવા સ્વાદનો ઉમેરો કરે છે.
Method- એક નૉન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરી તેમાં પનીર મેળવી, તેને હળવેથી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ અથવા પનીરનો રંગ થોડો બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી લીધા પછી બાજુ પર રાખો.
- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં પીળી મગની દાળ, પાલક, કાંદા અને ૫ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૮ થી ૧૦ મિનિટ સુધી અથવા દાળ બરોબર રંધાઇ જાય ત્યા સુધી રાંધી, ઠંડી થવા બાજુ પર રાખો.
- જ્યારે દાળ સંપૂર્ણ ઠંડી પડે, ત્યારે તેને મિક્સરમાં ફેરવી સુંવાળી પ્યુરી બનાવી લીધા પછી તેને ગરણીથી ગાળી લો.
- આ ગાળેલી પ્યુરીને એ જ પૅનમાં નાંખી તેમાં મીઠું, મરીનું પાવડર અને પનીરના ટુકડા મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી, વચ્ચે-વચ્ચે હલાવતા રહી, રાંધી લો.
- ગરમ ગરમ પીરસો.
Other Related Recipes
Accompaniments
પનીર અને પાલકનું સૂપ has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
Anya2012,
June 13, 2012
This is mainly a delicious rich Palak soup with a bit of moong dal and a few paneer pieces. To make it healthier, don't fry the paneer and cook in olive oil instead.
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe