મગની દાળની કચોરી ની રેસીપી | Mag Dal Ni Kachori ( Gujarati Recipe)
તરલા દલાલ દ્વારા
Added to 470 cookbooks
This recipe has been viewed 13194 times
કરકરી પણ ખાવામાં પોચી આ મજેદાર મસાલાથી ભરપૂર અને લહેજતદાર પીળી મગની દાળની કચોરીનો એક એક ટુકડો તમને સ્વાદિષ્ટ લાગશે. આ કચોરી નાસ્તામાં કે પછી જમણમાં ખાઇ શકાય એવી છે.
પ્રોટીનયુક્ત મગની દાળના પૂરણવાળી આ વાનગી નાના બાળકોને ગમે એવી છે. અહીં ધ્યાન રાખશો કે કચોરીને ધીમા તાપ પર તળવી, જેથી તેની દરેક બાજુ સરખી રીતે તળીને કચોરીનું ઉપરનું લોટનું પડ સરસ મજેદાર બને.
કણિક માટે- એક બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં જરૂરી પાણી મેળવી નરમ સુંવાળી કણિક તૈયાર કરો.
- આ કણિકના ૧૦ થી ૧૨ સરખા ભાગ પાડી, દરેક ભાગને ૬૩ મી. મી. (૨”)ના વ્યાસના ગોળાકારમાં વણી લીધા પછી તેને ભીના મલમલના કપડા વડે ઢાંકીને બાજુ પર રાખો.
પૂરણ માટે- મગની દાળને નીતારી એક બાઉલમાં મૂકી તેમાં ૨ થી ૩ ટેબલસ્પૂન પાણી ઉમેરી, બાઉલને પ્રેશર કુકરમાં મૂકી, કુકરની ૧ સીટી સુધી રાંધી લો.
- પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો. તે પછી મગની દાળને ફરીથી નીતારી લીધા બાદ તેને બાજુ પર રાખો.
- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ, અજમો, વરિયાળી, તલ અને હીંગ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં મગની દાળ, હળદર, મરચાં પાવડર, આદૂ-લીલા મરચાંની પેસ્ટ, વરિયાળીનો પાવડર, સાકર અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેને તાપ પરથી નીચે ઉતારી થોડું ઠંડું થવા બાજુ પર રાખો.
- આ પૂરણના ૧૦ થી ૧૨ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
આગળની રીત- વણેલા એક ભાગને સપાટ સૂકી જગ્યા પર રાખી, તેની મધ્યમાં પૂરણનો એક ભાગ મૂકી, તેની કીનારીઓ મધ્યમાં વાળીને ઉપરથી બંધ કરી લો.
- આમ વાળી લીધા પછી તેને હાથમાં લઇને ગોળ કચોરી તેયાર કરી લો.
- રીત ક્રમાંક ૧ અને ૨ મુજબ બાકીની કચોરી તૈયાર કરી લો.
- એક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં એક સાથે થોડી કચોરીઓ નાંખી તે કરકરી અને દરેક બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે તળી લો.
- તે પછી તેને ટીશ્યુ પેપર પર મૂકી નિતારી લીધા પછી ગરમ ગરમ પીરસો.
Other Related Recipes
Accompaniments
મગની દાળની કચોરી ની રેસીપી has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
Foodsie,
April 16, 2014
These Kachoris are to die for... im sure everyone goes through that phase of heart burn and acidity after eating those ready made kachoris... and if that fear has refrained you from enjoying this mouthwatering delicacy... then i STRONGLY RECOMMEND you to try these... light and pleasantly flavored... these kachoris will leave you lip licking...
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe