બેક્ડ રાઇસ વીથ ગ્રીન કરી | Baked Rice with Green Curry
તરલા દલાલ દ્વારા
Added to 240 cookbooks
This recipe has been viewed 5747 times
કોથમીર અને ફુદીના સાથે પનીરના નાના ટુકડા મેળવીને બનતી આ લીલી કરી મસાલેદાર તો જરૂર છે, પણ ભાત સાથે આ લીલી કરી એવી મજેદાર લહેજત આપશે કે સ્વાદના ભૂખ્યા તમારા મિત્રો રાજીના રેડ થઇ જશે. તૈયાર ભાતની આજુબાજુ લીલા વટાણા અને તળેલી બટાટાની સળીનો શણગાર તેને વધુ સુંદરતા આપે છે.
કરી માટે- એક નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમાં એલચી અને તૈયાર કરેલી પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
- પછી તેમાં દહીં અને સાકર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી રાંધી લો.
- છેલ્લે તેમાં લીલા વટાણા અને પનીર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી રાંધી બાજુ પર રાખો.
ભાત માટે- એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી, તેમાં વિલાયતી જીરૂ, તજ અને લવિંગ મેળવી મધ્યમ તાપ પર થોડી સેંકડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં ભાત અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી, વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- આ ભાતના બે સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
આગળની રીત- એક માઇક્રોવેવમાં મૂકી શકાય એવા બાઉલમાં ઘી ચોપડી તેમાં તૈયાર કરેલા ભાતનો એક ભાગ મૂકી ચમચાની પાછળની બાજુ વડે સરખી રીતે પાથરી લો.
- પછી તેની પર તૈયાર કરેલી કરી રેડી ચમચાની પાછળની બાજુ વડે સરખી રીતે પાથરી લો.
- તે પછી ભાતનો બીજો ભાગ તેની પર મૂકી ચમચાની પાછળની બાજુ વડે સરખી રીતે પાથરી લો.
- તે પછી તેની પર દૂધ રેડી, બાઉલને ઢાંકી માઇક્રોવેવમાં મૂકી ઉંચા તાપ (high) પર ૩ થી ૪ મિનિટ સુધી રાંધી લો.
- પીરસતા પહેલા આ ભાતને પીરસવાની ડીશમાં ઉલટાવીને કાઢી લો.
- લીલા વટાણા અને બટાટાની સળી વડે સજાવીને તરત જ પીરસો.
Other Related Recipes
Accompaniments
બેક્ડ રાઇસ વીથ ગ્રીન કરી has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
Payal Parikh 86,
November 24, 2012
I made this yesterday for dinner and my family really loved it...My family does not like paneer too much so i replaced it with corn, it taste equally good..
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe