તરબૂચ મોજીટો રેસીપી | તરબૂચ મિન્ટ મોઈતો | તરબૂચ મોકટેલ | ઉનાળાની સ્પેશિયલ રેસિપિ | Watermelon Mint Mojito Summer Drink
તરલા દલાલ દ્વારા
Added to 113 cookbooks
This recipe has been viewed 3666 times
તરબૂચ મોજીટો રેસીપી | તરબૂચ મિન્ટ મોઈતો | તરબૂચ મોકટેલ | ઉનાળાની સ્પેશિયલ રેસિપિ | watermelon mojito in gujarati |with 15 amazing images.
લાલ અને લીલા તરબૂચ ઉનાળામાં વધુ પસંદ કરવામાં આવતું ફળ છે. પાણીથી ભરેલું આ ફળ તેના મીઠા સ્વાદથી પણ દરેકને ખુશ કરે છે અને તરબૂચ મિન્ટ મોઈતોના રૂપમાં પીરસવામાં આવે ત્યારે આ ફળનો કોણ પ્રતિકાર કરી શકે?
આ તરબૂચ મિન્ટ મોઈતો સમર ડ્રિંકમાં તાજા ફુદીનાના પાંદડા કાયાકલ્પ કરતી સુગંધ અને સ્વાદ આપે છે. ખાંડ જરૂરી મીઠાશ ઉમેરે છે અને મીઠું તરબૂચના સ્વાદને આ પીણાના અન્ય સ્વાદો સાથે મજબૂત રીતે જોડવા માટે પ્રેરિત કરે છે. હું ફક્ત એટલું જ કહી શકું છું કે, આ પાર્ટી મોકટેલને આ ઉનાળામાં બનાવવામાં ચૂકશો નહીં!
આ એક ખૂબ જ સરળ પીણું છે જે માત્ર થોડી મિનિટોમાં તૈયાર કરી શકાય છે અને મહેમાનોને પીરસી શકાય છે. ભારતીય તરબૂચ મિન્ટ મોજીટો બનાવવાની રીત શીખો.
તરબૂચ મોજીટો બનાવવા માટે- તરબૂચ મોજીટો બનાવવા માટે, એક ઉંચો ગ્લાસ લો, તેમાં ૧/૨ કપ તરબૂચના ચોરસ ટુકડા, ૧૦ ફુદીનાના પાન, ૧ ૧/૨ ટેબલસ્પૂન પીસેલી સાકર, ૧ ટીસ્પૂન લીંબુનો રસ અને ચપટી મીઠું નાંખો, તેને ૧ થી ૨ મિનિટ માટે મડલ કરો.
- ૬ બરફના ટુકડા અને ૧/૨ કપ ઠંડી સ્પ્રાઈટ ઉમેરો અને સ્ટરરનો ઉપયોગ કરીને સારી રીતે મિક્સ કરો.
- રીત ક્રમાંક ૧ અને ૨ પ્રમાણે વધુ ૧ ગ્લાસ તરબૂચ મોજીટો તૈયાર કરો.
- તરબૂચ મિન્ટ મોઈતો ને તરત જ પીરસો.
Other Related Recipes
તરબૂચ મોજીટો રેસીપી has not been reviewed
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe