રાઇસ એન્ડ વેજીટેબલ ચીલા રેસીપી | વેજીટેબલ પુડલા | રાઈસ અને વેજીટેબલ પુડલા | Rice and Vegetable Chilla, Vegetable Rice Cheela
તરલા દલાલ દ્વારા
Added to 298 cookbooks
This recipe has been viewed 8023 times
રાઇસ એન્ડ વેજીટેબલ ચીલા રેસીપી | વેજીટેબલ પુડલા | રાઈસ અને વેજીટેબલ પુડલા | rice and vegetable chilla in Gujarati | with 34 amazing images.
ઘણીવાર, પ્રસિદ્ધ વાનગીઓને બનાવવાની નિયમિત સામગ્રીમાં થોડા ફેરફાર કરવાથી અથવા અલગ જાતના શાક ઉમેરવાથી, તદ્દન અલગ અને અનેરી વાનગી બને છે.
અહીં, પારંપરિક ચીલામાં છાસ અને કોબી ઉમેરી, તેને અલગ સ્વાદ આપવામાં આવ્યો છે. આ રાઇસ એન્ડ વેજીટેબલ ચીલા વાનગીમાં રવો અને અડદની દાળ, ચોખાને કારણે રહેલી ભીનાશ ઓછી કરી, ચીલાને કરકરો બનાવે છે.
જ્યારે તમે રાઇસ એન્ડ વેજીટેબલ ચીલાને તવા પર શેકશો ત્યારે તેમાં રહેલી કોથમીર અને લીલા મરચાંની સુગંધ, આખા ઘરમાં પ્રસરી જશે.
Method- એક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી, સારી રીતે મિક્સ કરી, ૧૦ મિનિટ સુધી બાજુ પર રાખો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી, થોડુ તેલ ચોપડી, ઉપર બનાવેલ મિશ્રણ થોડું રેડી, તેને ચમાચા વડે ફેલાવીને ૫૦ મી. મી. (૨”) વ્યાસનો ગોળાકાર બનાવો.
- થોડા તેલની મદદથી ચીલાની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે શેકી લો.
- બચેલા મિશ્રણ વડે બાકીના ૧૪ ચીલા બનાવી લો.
- લીલી ચટણી સાથે ગરમ-ગરમ પીરસો.
- હાથવગી સલાહ: તમે એક સાથે, તવા પર ૫ થી ૬ ચીલા બનાવી શકો છો અથવા તમે મિની ઉત્તપા પૅન પણ વાપરી શકો છો.
Other Related Recipes
Accompaniments
રાઇસ ઍન્ડ વેજીટેબલ ચીલા રેસીપી has not been reviewed
2 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
Pempemp,
May 22, 2013
Rice and vegetable chilas are spongy and tasty, makes a quick snack from left over cooked rice.
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe