ગાજર અને મગની દાળનું સૂપ રેસીપી | વેજીટેબલ સાથે મગની દાળનું સૂપ | હેલ્ધી ગાજર સૂપ | Carrot and Moong Dal Soup, Gajar Soup with Moong Dal
તરલા દલાલ દ્વારા
Added to 247 cookbooks
This recipe has been viewed 2516 times
ગાજર અને મગની દાળનું સૂપ રેસીપી | વેજીટેબલ સાથે મગની દાળનું સૂપ | હેલ્ધી ગાજર સૂપ | carrot and moong dal soup recipe in gujarati | with 34 amazing images.
આ રસપ્રદ વાનગી તમારા તાળવા માટે એક સરસ ફેરફાર છે. કાંંદા, લસણ અને ટામેટાં સાથે ગાજર સરળતાથી કામ કરે છે. સૂપમાં દૂધ ઉમેરવાથી તેમાં એક સ્વાદિષ્ટ રચના જોડાય છે. લો ફૅટ દૂધમાં રહેલું પ્રોટીન દાળમાં રહેલા પ્રોટીનને પૂરક બનાવે છે, આમ આ ગાજર અને મગની દાળનું સૂપને પૌષ્ટિક સંયોજન બનાવે છે. આ સૂૂપને સ્ટ્રેન નથી કર્યુ અને તેથી તેમાં રહેલો સંપૂર્ણ ફાઈબર જળવાઈ રહે છે.
આ હેલ્ધી ગાજર અને મગની દાળનું સૂપ નો આનંદ ડાયાબિટીસના દર્દીઓ અને હૃદયના દર્દીઓ પણ માણી શકે છે. પૌષ્ટિક, છતાં હળવું ભોજન બનાવવા માટે તેને ગ્રીક સલાડ જેવા પૌષ્ટિક બાઉલ સાથે પીરસી શકાય છે.
ગાજર અને મગની દાળનું સૂપ માટે- ગાજર અને મગની દાળનું સૂપ બનાવવા માટે, એક ઊંડા નોન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં મરીના દાણા, કાંદા અને લસણ ઉમેરો અને મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
- ગાજર અને ટામેટાં ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી રાંધી લો.
- લીલી મગની દાળ અને ૪ કપ પાણી ઉમેરો અને ૧૫ મિનિટ અથવા ગાજર નરમ થાય ત્યાં સુધી પકાવો.
- થોડું ઠંડુ થવા માટે બાજુ પર રાખો અને મિક્સરમાં પીસીને સ્મૂધ પ્યુરી બનાવો.
- પ્યુરીને પછી એક ઊંડા નોન-સ્ટીક પેનમાં નાખો, તેમાં દૂધ, ૧ કપ પાણી, મીઠું અને મરી ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને ઉકાળો.
- ગાજર અને મગની દાળના સૂપને તરત જ લીલા કાંદાથી સજાવીને પીરસો.
Other Related Recipes
Accompaniments
ગાજર અને મગની દાળનું સૂપ રેસીપી has not been reviewed
3 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
n_katira,
May 30, 2014
A thick, simple and filing soup with just 100 calories...Chop the carrots into small cubes so they cook faster.
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe