શાહી ગોબી | Shahi Gobhi
તરલા દલાલ દ્વારા
Added to 431 cookbooks
This recipe has been viewed 6706 times
મુઘલ પ્રજાને બધુજ શાહી ગમતું, અને આ વાનગી તેની સાબિતી છે. અહીં અર્ધ-ઉકાળેલી ફૂલકોબીને હલકા મસાલા વડે ટમેટાની ગ્રેવીમાં રાંધીને ઉપરથી તાજું ક્રીમ મેળવી આ શાહી ગોબીને એવી મજેદાર બનાવવામાં આવી છે કે જ્યારે તમે આ વાનગી પીરસશો ત્યારે તે બધાને જરૂરથી ગમશે. આ વાનગી કોઇ પણ રોટી , પરોઠા અથવા પૂરી સાથે પીરસી શકો.
Method- એક વાસણને પાણીથી ભરી તેમાં મીઠું અને ફૂલકોબી નાંખી મધ્યમ તાપ પર ૫ થી ૭ મિનિટ સુધી અથવા ફૂલકોબી અડધી બફાઇ જાય ત્યાં સુધી બાફી લીધા પછી તેને નીતારીને બાજુ પર રાખો.
- એક કઢાઇમાં ઘી ગરમ કરી, તેમાં કાંદા મેળવી ઉંચા તાપ પર ૩ થી ૪ મિનિટ માટે કાંદા પારદર્શક થાય ત્યાં સુધી સાંતળી લો.
- પછી તેમાં એલચી, લવિંગ અને સાકર મેળવી મધ્યમ તાપ પર વધુ એક મિનિટ સુધી સાંતળી લો.
- પછી તેમાં તૈયાર કરેલી પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર વધુ ૨ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં ટમેટાનું પલ્પ, દહીં અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- પછી તેમાં ફૂલકોબી અને લીલા વટાણા મેળવી, સારી રીતે મિક્સ કરીને મધ્યમ તાપ પર વધુ ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- છેલ્લે તેમાં તાજું ક્રીમ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- કોથમીર વડે સજાવીને ગરમ ગરમ પીરસો.
Other Related Recipes
Accompaniments
શાહી ગોબી has not been reviewed
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe