જુવાર અને મગની દાળની ખીચડી ની રેસીપી | Jowar and Moong Dal Khichdi
તરલા દલાલ દ્વારા
Added to 12 cookbooks
This recipe has been viewed 5950 times
એક અતિ મજેદાર અને પૌષ્ટિક વાનગી જેમાં જુવાર અને મગની દાળ આ ખીચડીને આશ્ચર્યજનક રીતે સ્વાદિષ્ટ બનાવે છે. તમે આ ખીચડીમાં થોડા મસાલા ઉમેરી શકો છો અને ગમે તો થોડા શાક પણ ઉમેરી શકો છો.
આ જુવાર અને મગની દાળની ખીચડીને દહીં, રાઇતા અથવા કઢી સાથે પીરસીને સંપૂર્ણ ભોજનની મજા માણી શકશો.
Method- જુવાર અને મગની દાળની ખીચડી ની રેસીપી બનાવવા માટે,જુવારને સાફ કરીને ધોઈ લીધા પછી એક ઊંડા બાઉલમાં જરૂરી પાણી સાથે રાત્રભર અથવા ૧૦ ક્લાક સુધી પલાળી રાખો.
- બીજા દીવસે તેને નીતારીને પાણી કાઢી નાંખો.
- હવે પ્રેશર કુકરના વાસણમાં જુવાર, મગની દાળ, મીઠું અને ૨૧/૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી લીધા પછી કુકરની ૭ સીટી સુધી બાફી લો.
- કુકરની ઢાંગણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો.
- ૫એક નાના નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમાં જીરૂ ઉમેરો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ અને હળદર મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- આમ તૈયાર થયેલા વધારને ખીચડીમાં ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તરત જ પીરસો.
Other Related Recipes
જુવાર અને મગની દાળની ખીચડી ની રેસીપી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe