ક્રૅપ્સ્ મેક્સિકના | Crepes Mexicana
તરલા દલાલ દ્વારા
Added to 260 cookbooks
This recipe has been viewed 4701 times
બેક કરીને બનતી વાનગીઓમાં એક અદભૂત કહી શકાય એવી આ વાનગી ક્રૅપ્સ્ મેક્સિકના બનાવવામાં અતિ સરળ છે, જેમાં એક અલગ જ પ્રકારના અજોડ પાતળા ક્રૅપ્સ્ માં મેક્સિકન પૂરણ ભરવામાં આવે છે. સુગંધી અને રસદાર પનીરનું મિશ્રણ તથા રાંધ્યા વગરનું સાલસા અને રીફ્રાઇડ બીન્સ્ આ ક્રૅપ્સ્ નું મજેદાર પૂરણ છે. અહીં બધી સાદી વસ્તુઓનો અલગ રીતે મેળાવો કરી એક મજેદાર વાનગી તૈયાર કરવામાં આવી છે. આ ચીઝી ક્રૅપ્સ્ મેક્સિકનાની રચનાએવી સરસ છે તમને તે લાંબા ગાળા સુધી યાદ રહેશે. આ વાનગીને બેક કર્યા પછી કરકરા લીલા કાંદાના લીલા ભાગ સાથે સજાવીને ગરમા ગરમ પીરસવા.
પનીરનું મિશ્રણ તૈયાર કરવા માટે- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.

- તે પછી તેમાં પનીર, ઝૂકિની, મકાઇ, સૂકા ઑરેગાનો, મીઠું અને મરી ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.

- હવે તાપ બંધ કરી તેમાં કોથમીર મેળવી સારી રીતે મિક્સ કરી, મિશ્રણના ૫ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.

આગળની રીત- રીફ્રાઇડ બીન્સ્ ના ૫ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.

- હવે એક ક્રૅપને સાફ સૂકી જગ્યા પર રાખી ક્રૅપની એક તરફ રીફ્રાઇડ બીન્સ્ નો એક ભાગ મૂકો.

- તે પછી તેની પર સરખી રીતે પનીરના મિશ્રણનો એક ભાગ પાથરી લો.

- તે પછી તેની પર ૧ ટીસ્પૂન સાલસા પાથરી લો.

- હવે તેને સજ્જડ રીતે વાળીને રોલ કરી લો.

- રીત ક્રમાંક ૨ થી ૫ મુજબ બીજા ૪ ક્રૅપ્સ્ તૈયાર કરી લો.
- આમ તૈયાર થયેલા ક્રૅપ્સ્ ને બેકીંગ ડીશમાં ગોઠવી લો.

- પછી ક્રૅપ્સ્ પર બ્રશ વડે દૂધ ચોપડી લો.

- તે પછી તેની પર ચીઝ છાંટી ઑવનમાં ગોઠવી આગળથી ગરમ કરેલા ઑવનમાં ૨૦૦˚ સે (૪૦૦˚ ફે) તાપમાન પર ૫ મિનિટ સુધી બેક કરી લો.

- લીલા કાંદાના લીલા ભાગ વડે સજાવીને ગરમ ગરમ પીરસો.

Other Related Recipes
Accompaniments
ક્રૅપ્સ્ મેક્સિકના has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe