બેક્ડ નાચનીની સેવ ની રેસીપી | Baked Nachni Sev
તરલા દલાલ દ્વારા
Added to 12 cookbooks
This recipe has been viewed 5080 times
નાચનીમાં લોહતત્વ બહુ સારા પ્રમાણમાં હોય છે, જેથી તેની રોટી બનાવવી એક સરસ વિચાર ગણી શકાય, પણ વારંવાર નાચનીની રોટી ખાઇને કંટાળો તો જરૂર આવે. જેથી અહીં અમે આ નાચનીનો પૌષ્ટિક ગુણ નજર સામે રાખી ઘણા વિચાર પછી જમણમાં તેનો ઉપયોગ જુદી રીતે કેમ કરવો તે રજૂ કર્યું છે. જીભને સ્વાદિષ્ટ લાગે તથા લોહતત્વના લીધે એનેમિયાને દૂર રાખે એવી છે આ બેક્ડ નાચની સેવની વાનગી.
નાચનીની નરમ કણિકમાં મસાલા પાવડર, લીંબુનો રસ વગેરે મેળવીને સેવ બનાવવાના સંચા વડે તૈયાર થતી આ સેવ ફક્ત અડધા કલાકમાં બેક કરી શકાય છે. આ મજેદાર સેવને હવાબંધ બરણીમાં ભરીને જ્યારે સાંજના નાસ્તામાં કંઇક ખાવાની ઇચ્છા થાય ત્યારે ખાઇને આનંદ માણો.
Method- એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ સાથે લગભગ ૫ ટેબલસ્પૂન પાણી મેળવી નરમ કણિક તૈયાર કરો.
- આ કણિકને ગોળ નળાકારમાં વાળી સેવ બનાવવાના સાધનમાં મૂકીને બહારથી દબાવીને તેલ ચોપડેલી બેકીંગ ટ્રે પર ઝીણી સેવ બનાવીને મૂકો.
- હવે આગળથી ગરમ કરેલા ઑવનમાં ૨૦૦૦ સે (૪૦૦૦ ફે) તાપમાન પર આ ટ્રે મૂકી ૨૦ મિનિટ સુધી બેક કરી લો. પહેલી ૭ મિનિટ પછી સેવને ઉથલાવી લો. તે પછી દરેક ૩ મિનિટના અંતરે ઉથલાતા રહી સેવના ટુકડા કરતા રહી બેક કરી લો.
- સેવને ઠંડી પાડી હવા બંધ બરણીમાં ભરી લો અને જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગ કરો.
Other Related Recipes
બેક્ડ નાચનીની સેવ ની રેસીપી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe