બેકડ મેથી મઠરી રેસીપી | હેલ્ધી ક્રિસ્પી મેથી મથરી | બેકડ મઠરી | હેલ્ધી સૂકો નાસ્તો | Baked Methi Mathri, Healthy Jar Snack
તરલા દલાલ દ્વારા
Added to 16 cookbooks
This recipe has been viewed 1892 times
બેકડ મેથી મઠરી રેસીપી | હેલ્ધી ક્રિસ્પી મેથી મથરી | બેકડ મઠરી | હેલ્ધી સૂકો નાસ્તો | baked methi mathri recipe in gujarati | with 21 amazing images.
જ્યારે તમે આ લો-કેલરી બેકડ મેથી મઠરી અજમાવશો, ત્યારે તેનો સ્વાદ તમારા તાળવા પર રહી જશે. મેથીના પાનની કડવાશ અને મરચાંના પાઉડરની તીખાશથી લઈને ધાણા પાવડરનો સ્વાદ તમારું ધ્યાન ખેંચશે. બીજું એ કે, આ હેલ્ધી સુકો નાસ્તો પરંપરાગત સંસ્કરણથી વિપરીત, ઘઉંના લોટથી બનાવવામાં આવ્યું છે અને તેને તળવાને બદલે બેક કરવામાં આવ્યું છે.
બેકડ મેથી મઠરી માટેની ટિપ્સ. ૧. કણિક અર્ધ-સખત હોવો જોઈએ. ૨. રોલ્ડ મથરી બહુ જાડી કે બહુ પાતળી ન હોવી જોઈએ. ૩. રોલ્ડ મથરીને કાંટો વડે એકસરખી રીતે પ્રિક કરો. આ તેને ક્રિસ્પી બનાવવામાં મદદ કરે છે. ૪. ૧૫ મિનિટ બેક કર્યા પછી મથરી ફેરવવાનું ભૂલશો નહીં. આ એકસમાન પકવવાની ખાતરી કરશે.
બેકડ મેથી મઠરી માટે- બેકડ મેથી મઠરી બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં બધી સામગ્રીને ભેગું કરો અને પૂરતા પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરીને અર્ધ-સખત કણિક બાંધો.
- કણિકને ૧૮ સમાન ભાગોમાં વિભાજીત કરો.
- કણિકના એક ભાગને ઘઉંના લોટનો ઉપયોગ કરી લગભગ ૧૦૦ મી. મી. (૪”) વ્યાસના ગોળાકારમાં વણી લો.
- ડિઝાઇન બનાવવા માટે વણેલી મઠરીની કિનારીઓને ચપટી કરો.
- કાંટાની મદદથી નિયમિત અંતરાલે મઠરીને પ્રિક કરો.
- રીત ક્રમાંક ૩ થી ૫ મુજબ વધુ ૮ મઠરી તૈયાર કરી લો.
- ૯ મઠરીઓને પહેલાથી ગરમ કરેલા ઓવનમાં ૧૮૦°c (૩૬૦°f) પર ૧૫ મિનિટ માટે બેક કરો, તેને ફેરવો અને ફરીથી ૧૦ મિનિટ માટે બેક કરો.
- રીત ક્રમાંક ૩ થી ૭ મુજબ વધુ ૯ મઠરી તૈયાર કરી લો અને હજી એક બેચને બેક કરો.
- બેકડ મેથી મઠરીને ઠંડુ કરીને પીરસો અથવા એર-ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો.
Other Related Recipes
બેકડ મેથી મઠરી રેસીપી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe