લાલ ગ્રેવીમાં પાલકના કોફ્તા | Spinach Koftas in Red Gravy
તરલા દલાલ દ્વારા
Added to 71 cookbooks
This recipe has been viewed 4808 times
આ વાનગીમાં બનાવવામાં આવેલા કોફ્તામાં પાલકનો ઉમેરો તેને પૌષ્ટિક બનાવે છે, જ્યારે પનીરનો ઉમરો તેને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. ટમેટાવાળી ગ્રેવીમાં ઉમેરવામાં આવેલા નાળિયેર અને કાંદાની સાથે વિવિધ મસાલા જેવા કે ચારોલી, જીરૂ, ખસખસ અને આખા ધાણાના સરવાળાથી બનતી આ લાલ ગ્રેવીમાં પાલકના કોફ્તાની ભાજી ખૂબ જ રંગીન અને આકર્ષક બને છે. અહીં ખાસ યાદ રાખવું કે ગ્રેવીમાં કોફ્તા પીરસવાના થોડા સમય પહેલા જ ઉમેરવા. લાલ ગ્રેવીમાં પાલકના કોફ્તા નાન અથવા પરોઠા સાથે પિરસવુ.
કોફ્તા માટે- એક વાસણમાં સરખી માત્રામાં પાણી ઉકાળી, તેમાં પાલક નાંખીને તેને મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી બાફીને નીતારી લો. પછી ઠંડા પાણી વડે તાજી કરી ફરી નીતારીને બાજુ પર રાખો.
- બ્રેડની સ્લાઇસની કીનારીઓ કાપી સ્લાઇસને મસળી લો.
- એક બાઉલમાં બાકી રહેલી બધી વસ્તુઓની સાથે પાલક અને મસળેલા બ્રેડનું મિશ્રણ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- આ મિશ્રણના ૨૦ સરખા ભાગ પાડી દરેક ભાગને વાળીને નાના ગોળ કોફ્તા તૈયાર કરો.
- એક નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં એક સમયે થોડા-થોડા કોફ્તા નાંખી, કોફ્તા બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. તે પછી કોફ્તાને ટીશ્યુ પેપર પર નીતારીને, બાજુ પર રાખો.
ગ્રેવી માટે- એક વાસણમાં ૩ કપ પાણી ઉકાળી, તેમાં ટમેટા મેળવી મધ્યમ તાપ પર ૮ થી ૧૦ મિનિટ સુધી અથવા ટમેટા નરમ થાય ત્યાં સુધી રાંધી લો.
- તેને સહેજ ઠંડા પાડ્યા પછી મિક્સરમાં ફેરવી સુંવાળું પલ્પ તૈયાર કરી બાજુ પર રાખો.
- એક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં તૈયાર કરેલી પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં મરચાં પાવડર, ટમેટાનું પલ્પ, સાકર અને મીઠું મેળવી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- છેલ્લે તેમાં ક્રીમ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી રાંધી બાજુ પર રાખો.
આગળની રીત- પીરસતા પહેલા, ગ્રેવીને ફરી સરખી રીતે ગરમ કરી લો.
- તેમાં કોફ્તા ઉમેરી, હળવેથી મિક્સ કરી ધીમા તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લો.
- ગરમ ગરમ પીરસો.
Other Related Recipes
લાલ ગ્રેવીમાં પાલકના કોફ્તા has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe