પાલક અને ફૂદીનાનું જ્યુસ રેસીપી | પાલકનું જ્યુસ | ફુદીનાનું જ્યુસ | પૌષ્ટિક જ્યુસ | વજન ઘટાડવા માટે પાલકનું જ્યુસ | Spinach and Mint Juice ( Healthy Juice)
તરલા દલાલ દ્વારા
Added to 81 cookbooks
This recipe has been viewed 10222 times
પાલક અને ફૂદીનાનું જ્યુસ રેસીપી | પાલકનું જ્યુસ | ફુદીનાનું જ્યુસ | પૌષ્ટિક જ્યુસ | વજન ઘટાડવા માટે પાલકનું જ્યુસ | spinach mint juice recipe in Gujarati | with 24 amazing images.
દિવસની શરૂઆતને મજેદાર બનાવવા તથા તમારા શરીરને તંદુરસ્ત રાખી તેની શુધ્ધિ કરવા માટે આ પાલક અને ફૂદીનાનું જ્યુસ આર્દશ ગણાય એવું છે. લીંબુના રસનો ઉમેરો આ જ્યુસના લીલા રંગને જાળવી રાખીને તેમાં રહેલા લોહનું શોષણ વધારવામાં પણ મદદ કરે છે.
અહીં વાપરેલી લીલી શાકભાજી અને જલજીરાનું પાવડર તમારા પાચનતંત્રને ઉતેજ્જિત કરવા માટે અને ઓછા થયેલા ખનિજ તત્વને વધારવામાં પણ મદદરૂપ થાય છે, તે ઉપરાંત ફૂદીનામાં રહેલું તેલ પણ પાચનશક્તિ વધારવામાં ઉપયોગી થાય છે.
આ પાલક અને ફૂદીનાનું જ્યુસનું સેવન દરરોજ સવારના ખાલી પેટે જ કરવું. ખાસ ધ્યાન રાખવું કે આ જ્યુસ પીધા પછી તરત જ કંઇ ખાવું નહીં જેથી આ જ્યુસ તમારા શરીરનો અપચો દૂર કરી પોતાનું સામર્થ્ય સિધ્ધ કરી શકે.
પૌષ્ટિક પાલક, કેલ અને સફરજનનું જ્યુસ અજમાવી જુઓ.
જ્યુસરમાં તૈયાર કરવા માટે- એક જ્યુસરમાં પાલક, ફૂદીનાના પાન અને કોથમીર સાથે ૧/૨ કપ પાણી મેળવી સુંવાળું જ્યુસ તૈયાર કરો.
- આ જ્યુસને ગરણી વડે ગાળી લો.
- હવે તેમાં લીંબુનો રસ અને જલજીરા પાવડર ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.
- હવે ૨ ગ્લાસમાં ભૂક્કો કરેલો બરફ મૂકી, તેની પર આ તૈયાર કરેલું જ્યુસ સરખા પ્રમાણમાં રેડી લો.
- તરત જ પીરસો.
હૉપરમાં તૈયાર કરવા માટે- આ રેસીપીમાં હૉપર વડે જ્યુસ બનાવવું વ્યવહારિક નથી, કારણ કે લીલા શાકભાજીના પાંદડા અતિ નરમ હોવાથી હૉપરમાં ફેરવી શકાય એવા નથી.
Other Related Recipes
પાલક અને ફૂદીનાનું જ્યુસ રેસીપી has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
Healthy Eating,
September 08, 2010
Awesome. Very healthy. Spinach and mint make a great combo. I have this juice at night, 2 hours after dinner. The lemon in this dark green juice helps to retain the colour and enhance the absorption of iron in it.
Its a healthy mix of veggies.
0 of 1 members found this review helpful
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe