સામા ની ખીચડી રેસીપી | વ્રત અથવા ઉપવાસ માટે ખીચડી | વ્રત કે ચાવલ કા પુલાવ | સામા નો પુલાવ | Sama Pulao, for Vrat Or Upvas
તરલા દલાલ દ્વારા
Added to 11 cookbooks
This recipe has been viewed 2251 times
સામા ની ખીચડી રેસીપી | વ્રત અથવા ઉપવાસ માટે ખીચડી | વ્રત કે ચાવલ કા પુલાવ | સામા નો પુલાવ | sama pulao for vrat or upvas in gujarati | with 24 amazing photos.
ઉપવાસના દિવસો માટે યોગ્ય પૌષ્ટિક ખીચડી, સામા ની ખીચડીમાં ખડા મસાલા અને કોથમીર સરસ સુગંધ અને સ્વાદ જોડે છે. જો કે, જો તમે વ્રત દરમિયાન લવિંગ અને તજ ન ખાતા હો, તો તમે તેનો ઉપયોગ ટાળી શકો છો.
સામા ની ખીચડી ઉપવાસને અનુકૂળ બનાવવા માટે, અમે સિંધવ મીઠુંનો પણ ઉપયોગ કર્યો છે. તેને સેંધા નમક પણ કહેવાય છે, તેનો ઉપયોગ ઉપવાસનું ખાવાનું રાંધવા માટે મીઠાના વિકલ્પ તરીકે થાય છે. પરંતુ જો તમે ઈચ્છો તો તમે રોજના મીઠાનો પણ ઉપયોગ કરી શકો છો.
Add your private note
સામા ની ખીચડી રેસીપી - Sama Pulao, for Vrat Or Upvas recipe in Gujarati
તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:    
૪ માત્રા માટે
સામા ની ખીચડી માટે- સામા ની ખીચડી બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં સામાને ૧૦ થી ૧૫ મિનિટ પૂરતા પાણીમાં પલાળી રાખો. નીતારીને બાજુ પર રાખો.
- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરો, તેમાં જીરું, લવિંગ, તજ અને એલચી મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકન્ડ સુધી સાંતળી લો.
- તેમાં લીલાં મરચાં, બટાટા અને થોડું મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૫ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- પલાળેલો સામો ઉમેરો, હળવા હાથે મિક્સ કરો અને મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તેમાં ૨ કપ પાણી અને થોડું મીઠું નાખી, સારી રીતે મિક્સ કરી, ઢાંકણ ઢાંકીને મધ્યમ તાપ પર ૬ થી ૮ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- કોથમીર અને મગફળી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
- સામા ની ખીચડીને ગરમાગરમ પીરસો.
Other Related Recipes
સામા ની ખીચડી રેસીપી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe