રાગી અને ઓટસ્ ના ક્રેકર્સ ની રેસીપી | Ragi and Oat Crackers
તરલા દલાલ દ્વારા
Added to 67 cookbooks
This recipe has been viewed 5613 times
પચવામાં હલકા અને સ્વાદમાં કરકરા આ લોહતત્વ ધરાવતા ક્રેકર્સ સવારના નાસ્તા માટેની એક ઉત્તમ વાનગી છે. આ રાગી અને ઓટસ્ ના ક્રેકર્સ વધારે સારા ગણાય એવા છે કારણકે તેમાં આરોગ્યદાઇ રાગી, ઓટસ્ અને ઘઉંના લોટની સાથે જેતૂનનું તેલ અને બીજા મસાલા મેળવવામાં આવ્યા છે.
જેતૂનનું તેલ આ ક્રેકર્સને સ્વાદિષ્ટ અને સુગંધીદાર બનાવી એક મજેદાર કરકરા સ્વાદનો અનુભવ કરાવે છે જે અન્ય ક્રેકર્સમાં વધુ પડતા માખણ અને અન્ય પ્રકારના તેલનો ઉપયોગ કરીને મળે છે.
Method- રાગી અને ઓટસ્ ના ક્રેકર્સ ની રેસીપી બનાવવા માટે બધી સામગ્રી એક ઊંડા બાઉલમાં મેળવી સારી રીતે મિક્સ કરી જરૂરી પાણી વડે કઠણ કણિક તૈયાર કરો.
- આ કણિકના બે સરખા ભાગ પાડી લો.
- હવે કણિકના એક ભાગને સૂકા લોટની મદદ લીધા વગર ૨૦૦ મી. મી. (૮”)ના ગોળાકારમાં વણી લો.
- તે પછી તેના પર અણીદાર ચપ્પુ વડે થોડા-થોડા અંતરે કાંપા પાડીને ૫૦ મી. મી. X ૫૦ મી. મી. (૨” x ૨”)ના ચોરસ ટુકડા બનાવી લો. લગભગ ૧૨ ટુકડા થશે.
- રીત ક્રમાંક ૩ અને ૪ મુજબ કણિકના બીજા ભાગને પણ વણીને ૧૨ ટુકડા તૈયાર કરો.
- આમ તૈયાર કરેલા ટુકડાઓને તેલ ચોપડેલી ટ્રેમાં ગોઠવી આગળથી ગરમ કરેલા ઑવનમાં ૧૮૦° સે (૩૬૦° ફે) તાપમાન પર ૨૫ થી ૩૦ મિનિટ સુધી અથવા તે બન્ને બાજુએથી કરકરા બને ત્યાં સુધી બેક કરી લો. લગભગ ૧૨ મિનિટ સુધી બેક કર્યા પછી તેને ઉથલાવી લેવા. આમ તૈયાર થયેલા ક્રેકર્સને ઠંડા થવા બાજુ પર રાખો.
- તરત જ પીરસો અથવા હવા બંધ બરણીમાં ભરીને જ્યારે તેનો સ્વાદ માણવો હોય ત્યારે માણો.
Other Related Recipes
રાગી અને ઓટસ્ ના ક્રેકર્સ ની રેસીપી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe