પનીર સ્ટફ્ડ ગ્રીન પી પરોઠા | Paneer Stuffed Green Pea Paratha, Matar Paneer Paratha
તરલા દલાલ દ્વારા
Added to 293 cookbooks
This recipe has been viewed 7622 times
ઘઉંના લોટની સાથે લીલા વટાણાના સંયોજન વડે તૈયાર થતી એક ખાસ પ્રકારની કણિક આ વાનગીની મુખ્ય અને મહત્વની જરૂરીયાત છે. તેમાં તાજું પનીર અને રસદાર કિસમિસ ઉમેરવાથી પરોઠા એક પથ્ય વાનગી બની રહે છે.
લીલા મરચાંની તીખાશ અને કિસમિસની હલકી મીઠાશ મજેદાર સમતુલા આપી આ પરોઠા તમને યાદ રહે તેવા બને છે. જો કે જે દીવસે તમે આ પનીર સ્ટફ્ડ્ ગ્રીન પી પરોઠા બનાવશો તે દીવસ જરૂરથી તમારા માટે ખાસ યાદગાર દીવસ બની રહેશે.
બીજા વિવિધ પરોઠા પણ અજમાવો જેમ સ્ટફ્ડ કોલીફ્લાવર પરાઠા અને મસાલા ટોમેટો ઓનીયન પરાઠા .
લીલા વટાણાની કણિક માટે- લીલા વટાણા અને લીલા મરચાંને ૨ ટેબલસ્પૂન પાણી સાથે મિક્સરમાં ફેરવી સુંવાળી પેસ્ટ તૈયાર કરો.
- એક ઊંડા બાઉલમાં બાકી રહેલી વસ્તુઓ સાથે લીલા વટાણાનું મિશ્રણ મેળવી જરૂરી પાણી સાથે નરમ કણિક તૈયાર કરો.
- આ કણિકને ઢાંકીને ૧૦ મિનિટ સુધી બાજુ પર રાખો.
પનીરના પૂરણ માટે- એક નાના બાઉલમાં થોડા પાણી સાથે કિસમિસને ૧૦ મિનિટ માટે પલાળી રાખ્યા બાદ નીતારીને બાજુ પર રાખો.
- એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ સાથે પલાળેલી કિસમિસ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- આ પનીરના પૂરણના ૬ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
આગળની રીત- તૈયાર કરેલી કણિકના ૬ સરખા ભાગ પાડી લો.
- હવે દરેક ભાગને ૭૫ મી. મી. (૩”)વ્યાસના ગોળાકારમાં વણી તેની પર પનીરનું પૂરણ તેની મધ્યમાં મૂકો.
- તે પછી તેની કીનારીઓ વાળીને બંધ કરી ફરીથી ૧૦૦ મી. મી. (૬”)વ્યાસના ગોળાકારમાં થોડા ઘઉંના લોટની મદદથી વણી લો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર પરોઠાને મધ્યમ તાપ પર થોડા તેલની મદદથી તેની બન્ને બાજુઓ પર ગોલ્ડન બ્રાઉન ધાબા દેખાય ત્યાં સુધી શેકી લો.
- તરત જ પીરસો.
Other Related Recipes
Accompaniments
પનીર સ્ટફ્ડ્ ગ્રીન પી પરોઠા has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
Gandhi Dhwani,
December 31, 2014
I have always had green pea stuffed parathas, but this is so different and tasty. This new type of parathas stuffed with paneer and raisins tastes the best with achaar. The raisins give a sweet taste in between when it comes in your both but it does not kill the taste of the panner stuffing. Infact it enhances it
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe